Derbyshire vs India 1st T20: ભારત અને ડર્બીશાયર (Derbyshire vs India) વચ્ચે આજે ઇંગ્લેન્ડના ડર્બી કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે વોર્મ-અપ T20 મેચ રમાશે. આ મેચ ભારતના સમય અનુસાર રાત્રે 11.30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની આગેવાની કરતો જોવા મળશે. તાજેતરમાં જ હાર્દિકે આયર્લેન્ડ સામે ભારત માટે ટી20 સિરીઝ જીતી હતી.
વાસ્તવમાં, ભારતીય ટીમ ટેસ્ટ મેચ બાદ ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમશે, જેના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સારી પ્રેક્ટિસ માટે ડર્બીશાયર સામે ટી-20 મેચ રમી રહ્યા છે. તે જ સમયે, આ પહેલા ભારતીય ટેસ્ટ ટીમ લેસ્ટરશાયર સામે 4 દિવસની વોર્મ-અપ મેચ રમી ચૂકી છે.
શાન મસૂદ અને સુરંગા લકમલ ડર્બીશાયરની ટીમમાં જોવા મળશે
વિશ્વની નંબર વન ટી-20 ટીમ સામેની મેચ માટે ડર્બીશાયરે મોટો દાવ લગાવ્યો છે. ડર્બીશાયરની ટીમમાં પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ખેલાડી શાન મસૂદ અને શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સુરંગા લકમલનો સમાવેશ થાય છે. મસૂદ લાંબા સમયથી ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને શાનદાર ફોર્મમાં છે.
મેચ ક્યાં જોઈ શકાશે?
ડર્બીશાયરની વેબસાઈટ અનુસાર, આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. તમે તેમની યુટ્યુબ ચેનલ પર આ મેચ લાઈવ જોઈ શકશો.
અહીં ડર્બીશાયરની YouTube ચેનલની લિંક છે
https://www.youtube.com/c/derbyshiretv/featured
ડર્બીશાયર સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે - ઈશાન કિશન, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને ઉમરાન મલિક.