ICC Rankings: પાકિસ્તાની ક્રિકેટ ટીમ એશિયા કપની હારને હજુ ભૂલી શક્યુ નથી, ત્યાં તો ટીમને વધુ એક મોટો ઝટકા લોગ્યો છે. પાકિસ્તાનની ટીમને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. શ્રીલંકા સામે મળેલી કારમી હાર બાદ આઇસીસી ટી20 રેન્કિંગમાં પાકિસ્તાની ટીમને મોટુ નુકશાન પહોંચ્યુ છે. એશિયા કપ શરૂ થયા પહેલા પાકિસ્તાની ટીમ આઇસીસી ટી20 રેન્કિંગમાં બીજા નંબર પર હતી, જે હવે ખસકીને ચોથા નંબર પર પહોંચી ગઇ છે. તાજા રેન્કિગમાં બાબર સેનાના 258 પૉઇન્ટ થઇ ગયા છે. આ રેન્કિંગ શ્રીલંકા સામે મળેલી હારનુ પરિણામ છે.
શ્રીલંકા સામે મળેલી સતત બે હારથી થયુ નુકશાન - ખરેખરમાં, એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે છેલ્લી બે મેચો રમાઇ હતી, આ બન્ને મેચમાં શ્રીલંકન ટીમે પાકિસ્તાનને જડબાતોડ હાર આપીને એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. એક સુપર 4 રાઉન્ડની મેચ હતી, તો બીજી ફાઇનલ મેચ હતી. આ બન્નેમાં હાર બાદ પાકિસ્તાની ટીમ ટી20 રેન્કિંગમાં બીજા નંબરથી નીચે ખસકીને ચોથા નંબર પર આવી ગઇ છે, અને આનો સીધો ફાયદો ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમને થયો છે. આ બન્ને ટીમો હવે ટૉપ 3માં આવી ગઇ છે. જોકે, ટીમ ઇન્ડિયા હજુ પણ નંબર વનની પૉઝિશન પર યથાવત છે.
આઇસીસી ટી20 રેન્કિંગમાં ટૉપ 5 ટીમો -ભારત - 268 પૉઇન્ટઇંગ્લેન્ડ - 262 પૉઇન્ટદક્ષિણ આફ્રિકા - 258 પૉઇન્ટપાકિસ્તાન - 258 પૉઇન્ટન્યૂઝીલેન્ડ - 252 પૉઇન્ટ
ખાસ વાત છે કે આઇસીસી તાજા ટી20 રેન્કિંગમાં ભારતીય ટીમ હજુ પણ ટૉપ પર છે. ટીમ ઇન્ડિયાના 49 મેચોમાં 268 રેટિંગ પૉઇન્ટ છે, અને ત્યારબાદ બીજા નંબર પર રહેલી ઇંગ્લેન્ડને 262 અને દક્ષિણ આફ્રિકાને 258 પૉઇન્ટ છે.
આ પણ વાંચો.........
Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા
T20 World Cup 2022: 2007 T20 WC માં રમેલા આ બે ભારતીય ખેલાડી 2022નો પણ ટી20 વર્લ્ડકપ રમશે, જાણો વિગત
Virat: વિરાટ કોહલીએ ટ્વીટર પર બતાવી તાકાત, બની ગયો આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલો ક્રિકેટર
T20 WC: કયા દિગ્ગજે રોહિતને વર્લ્ડકપમાં ધોની વાળી કરવા કહ્યું, ટ્વીટ કરીને શું આપી દીધી સલાહ, જાણો
Team India New Jersey: T20 વર્લ્ડ કપમાં નવી જર્સી સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જુઓ વીડિયો