ICC T20 World Cup: આગામી મહિનાથી આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે, આ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર અને પ્લેઇંગ ઇલેવનના સ્થાનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે. એશિયા કપમાં કારમી હાર બાદ ટીમને ખેલાડીઓના બેટિંગ ક્રમને લઇને પણ સવાલો ઉઠ્યા છે કે કઇ રીતે કયા ખેલાડીને બેટિંગમાં મોકલવો જોઇએ. આ મામલા કેટલાય પૂર્વ ક્રિકેટરો અને વિશેષણોનુ અલગ અલગ માનવુ છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતીય દિગ્ગજ વસીમ જાફરે રોહિત શર્માને વર્લ્ડકપ ટીમ માટે ખાસ સલાહ આપી છે.
વસીમ જાફરે પૂર્વ સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ ઉદાહરણ આપતા એક મોટી સલાહ આપી છે, જાફરે ટ્વીટ કરીને કહ્યું કે,- રોહિત શર્માએ ઋષભ પંતને ઓપનિંગ કરાવવી જોઇએ, જાફરે પૂર્વ કેપ્ટન ધોનીનુ ઉદાહરણ આપ્યુ, જેમને વર્ષ 2013માં રોહિતને ઓપનિંગમાં ઉતારીને કેરિયરની દિશા બદલી નાંખી.
જાફરે લખ્યું- મને હજુ પણ લાગે છે કે ટી20માં અમે ઋષભ પંતનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોઇ શકીએ છીએ. બેશર્ત રોહિત નંબર ચાર પર બેટિંગ કરવા માટે ઠીક છે, એમએસ ધોનીએ વર્ષ 2013માં ચેમ્પીયન ટ્રૉફી પહેલા રોહિત પર એક દાંવ ખેલ્યો હતો અને બાકી ઇતિહાસ તમારી સામે છે. રોહિત માટે પંત પર ફેંસલો લેવાનો આ યોગ્ય સમય છે. મારા માટે કેએલ રાહુલ, પંત, વિરાટ, રોહિત સૂર્યકુમાર યાદવ ટૉપ 5માં હશે.
આ પણ વાંચો.........
Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા
T20 World Cup 2022: 2007 T20 WC માં રમેલા આ બે ભારતીય ખેલાડી 2022નો પણ ટી20 વર્લ્ડકપ રમશે, જાણો વિગત
Virat: વિરાટ કોહલીએ ટ્વીટર પર બતાવી તાકાત, બની ગયો આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલો ક્રિકેટર
T20 WC: કયા દિગ્ગજે રોહિતને વર્લ્ડકપમાં ધોની વાળી કરવા કહ્યું, ટ્વીટ કરીને શું આપી દીધી સલાહ, જાણો
Team India New Jersey: T20 વર્લ્ડ કપમાં નવી જર્સી સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જુઓ વીડિયો