UPW-W vs GG-W : રોમાંચક મેચમાં યૂપી વોરિયર્સની 3 વિકેટે જીત, ગુજરાતની સતત બીજી હાર

ગુજરાતને પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો.યૂપી સામે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો 

gujarati.abplive.com Last Updated: 05 Mar 2023 11:02 PM
યૂપીની 3 વિકેટથી શાનદાર જીત થઈ

યૂપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સના મુકાબલમાં યૂપીની 3 વિકેટથી શાનદાર જીત થઈ છે. આ રોમાંચક મુકાબલમાં ગુજરાત જીત મેળવે તેવુ લાગીી રહ્યું હતું પરંતુ યૂપી વોરિયર્સની ટીમે શાનદાર રમત રમી હતી. ગુજરાતની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને યૂપીની ટીમે 1 બોલ બાકી રહેલા 7 વિકેટ ગુમાવીને હાંસિલ કર્યો હતો. યૂપી તરફથી ગ્રેસ હેરિસ 59 રન બનાવી નોટ આઉટ રહી હતી.સોફી પણ 22 રન બનાવી નોટઆઉટ રહી હતી. કિરણે 53 રનનું યોગદાન આપ્યું હતું. 

કિરણ 48 રન બનાવી રમતમાં

યૂપીની ટીમે 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવી લીધા છે. કિરણ 48 રન બનાવી રમતમાં છે. જ્યારે દિપ્તી શર્મા પણ મેદાનમાં છે. 

યૂપીને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ

ગુજરાત જાયન્ટ્સની ટીમે યૂપીને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત તરફથી  હરલીને 46 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય ગાર્ડનરે 25 રનની ઈનિંગ અને હેમલતાએ 21 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યૂપીની ટીમ તરફથી દિપ્તી શર્મા અને સોફીએ 2-2 વિકેટ ઝડપી હતી.

હરલીન અને સુષ્મા વર્મા હાલ મેદાન પર

ગુજરાતની ટીમની 50 રને ત્રીજો ઝટકો લાગ્યો છે. હરલીન અને સુષ્મા વર્મા હાલ મેદાનમાં છે. ગુજરાતની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 67 રન બનાવી લીધા છે. 

ગુજરાત જાયન્ટ્સની ટીમે બે વિકેટ ગુમાવી

ગુજરાત જાયન્ટ્સની ટીમે બે વિકેટ ગુમાવી દિધી છે. 38 રનમાં ગુજરાતની ટીમે 2 વિકેટ ગુમાવી છે. મેઘના 24 અને અને સોફિયા 13 રન બનાવી આઉટ થઈ હતી. 

WPL Live: ગુજરાત જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન

GG W vs UPW Live: ગુજરાત જાયન્ટ્સ: સબભીનેની મેઘના, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, સોફિયા ડંકલે,  એનાબેલ સદરલેન્ડ, કિમ ગાર્થ, સુષ્મા વર્મા (wk), દયાલન હેમલતા, સ્નેહ રાણા (c), તનુજા કંવર, માનસી જોશી

WPL LIVE: યુપી વોરિયર્સની પ્લેઈંગ ઈલેવન

UPW vs GGW Live: UP વોરિયર્સ: એલિસા હીલી (wk/c), શ્વેતા સહરાવત, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, કિરણ નવગીરે, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ


 

બ્રેકગ્રાઉન્ડ

UPW-W vs GG-W WPL 2023 LIVE Score: મહિલા પ્રીમિયર લીગની ત્રીજી મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. ગુજરાતને પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ગુજરાતની ટીમ જીત નોંધાવીને ટુર્નામેન્ટમાં વાપસી કરવા માંગશે. એલિસા હીલીની કેપ્ટનશીપવાળી યુપી ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. તેની પાસેથી ગુજરાતને જોરદાર ટક્કર મળી શકે છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.