Venkatesh Iyer Half Century: કોલકાતા નાઈટ રાઈડર્સના વેંકટેશ અય્યરે ગુજરાત ટાઈટન્સ સામે તોફાની બેટિંગ કરી હતી. IPL 2023ની 13મી મેચમાં અય્યરે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. અય્યર 83 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 26 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા. તેણે યશ દયાલની બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. આમ આ આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયર તરિકે ફિફ્ટી ફટકારનાર અય્યર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સિઝનની આ તેની પ્રથમ ફિફ્ટી છે. છેલ્લી મેચમાં ખરાબ રીતે ફ્લોપ થયા બાદ ઐય્યરે જોરદાર વાપસી કરી અને ગુજરાતના બોલરોને તેમના જ ઘરમાં ફટકાર્યા હતા.
ઈમ્પેક્ટ ખેલાડીની અસર
અય્યર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો અને આવતાની સાથે જ તેણે ગુજરાતના બોલરો પર આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. KKRએ એક સમયે 28 રનમાં પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યાર બાદ અય્યરે રાણા સાથે મળીને KKRની ઈનિંગને 28થી 116 રન પર પહોંચાડી દીધી હતી. અય્યર જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને લાગી રહ્યું હતું કે તે સદી ફટકારશે.
અય્યર 83 રન પર આઉટ થયો
અલઝારી જોસેફે અય્યરનું સ્વપ્ન તોડી નાખ્યું. 16મી ઓવરના 5માં બોલ પર જોસેફે તેને 83 રનના સ્કોરે શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અય્યરે 40 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. 205 રનના ટાર્ગેટના જવાબમાં KKRને 154 રન પર ઐયરના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 205 રનનો ટાર્ગેટ
આ મેચની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ છે. ગુજરાત ટાઇટન્સ તરફથી વિજય શંકરે સૌથી વધુ રન બનાવ્યા હતા. વિજય શંકરે 24 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. આ સિવાય સાંઈ સુદર્શને 38 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. તે જ સમયે, શુભમન ગિલે 31 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નરેને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. હોમ ગ્રાઉન્ડમાં ગુજરાતની ટીમનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં ફેન્સ ઉપસ્થિત છે.
રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટ), એન જગદીસન, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી