Rohit Sharma India vs Australia 1st T20I Mohali VIDEO:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી T20 શ્રેણી રમાશે. આ સીરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાવાની છે. આ માટે ભારતીય ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ટી20 સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સનો એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પત્રકારે રોહિતને એક લાંબો સવાલ પૂછ્યો હતો. આના પર તેણે રમૂજી રીતે પ્રતિક્રિયા આપી હતી.


મોહાલીમાં ટી20 મેચ પહેલા રોહિતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. રોહિત શર્માએ કહ્યું હતું કે વિરાટ કોહલી ત્રીજા ઓપનર તરીકે ટીમ ઈન્ડિયામાં છે. પરંતુ તે ટી-20 વર્લ્ડકપ 2022માં ઓપનિંગ નહીં કરે રોહિત શર્માને ટીમ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન એક રિપોર્ટરે તેમને એક લાંબો સવાલ પૂછ્યો હતો. જેના પર રોહિતે હસતાં હસતાં કહ્યું કે યાર તું કેટલા સવાલ પૂછે છે?


ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે રમાશે. જ્યારે આ પછી બીજી અને ત્રીજી T20 મેચ 23 અને 25 સપ્ટેમ્બરે રમાશે. બીજી T20 નાગપુરમાં અને ત્રીજી T20 હૈદરાબાદમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સોમવારે કેએલ રાહુલ અને રોહિત શર્મા નેટ્સમાં બેટિંગ કરતા જોવા મળ્યા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, પંત સહિત ઘણા ખેલાડીઓ મેદાન પર જોવા મળ્યા હતા. સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પણ ઘણો પરસેવો પાડ્યો હતો.






આ પણ વાંચો


 


T20 WC 2022: ગૌતમ ગંભીરનો મોટો દાવો- ઓસ્ટ્રેલિયાને હરાવ્યા વગર ભારત વર્લ્ડ કપ ન જીતી શકે, જાણાવ્યું કારણ


T20 World Cup 2022: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરાઈ, જુઓ ખાસ ફોટો


Legends League Cricket: મોહમ્મદ કૈફ વિશે ઈરફાન પઠાણે એવું શું કહ્યું કે હવે જાહેરમાં માફી માંગી