Womens World Boxing Championships: ભારતીય બોક્સર નિકહત ઝરીને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં થાઈલેન્ડની જિતપોંગ જુતામસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 52 કિલોગ્રામની કેટેગરીમાં થાઈલેન્ડની ખેલાડીને 5-0થી હરાવી હતી. આ સાથે તેણે એક ખાસ યાદીમાં પોતાનું નામ પણ લખાવ્યું છે. 25 વર્ષની નિકહત ઝરીન પાંચમી ભારતીય મહિલા બોક્સર છે જેણે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. બોક્સર મૈરીકોમે આ ચેમ્પિયનશીપમાં છ વખત ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો છે. ભારત તરફથી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં એમસી મૈરિકોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખા સી. ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. હવે આ લિસ્ટમાં યુવા બોક્સર નિકહત ઝરીનનું નામ પણ જોડાઇ ચૂક્યું છે.






આ મેચમાં નિકહતે ધીમી શરૂઆત કરી હતી. તે થાઈલેન્ડની ખેલાડીથી સતત પાછળ રહી હતી. જો કે, આ રાઉન્ડમાં એક વખત તે થાઈલેન્ડની ખેલાડી જીતપોંગ જુતામાસ સાથે પણ લડી પણ ગઇ હતી. જોકે બીજા રાઉન્ડમાં થાઈલેન્ડના ખેલાડીએ વાપસી કરી હતી અને નિકહત કરતા વધુ પોઈન્ટ મેળવ્યા હતા.


ત્રીજા રાઉન્ડમાં નિકહતે પોઈન્ટ્સ મેળવ્યા હતા જ્યારે થાઇલેન્ડની ખેલાડીએ મુક્કા મારીને પોઇન્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિકહતે તેને ટક્કર આપી હતી. આ પહેલા તેણીએ 52 કિગ્રા વર્ગની સેમિફાઇનલ મેચમાં બ્રાઝિલની કેરોલિન ડી અલ્મેડાને 5-0 થી હરાવી હતી. નિકહત સિવાય અન્ય બે બોક્સરને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મનીષા મૌન (57 કિગ્રા) અને નવોદિત પરવીન હુડા (63 કિગ્રા)ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.


 


પતિ-પત્નીના ઝઘડામાં થયેલા ફાયરિંગમાં રોડ પરથી પસાર થતા વ્યક્તિની હત્યા, જાણો શું છે સમગ્ર મામલો


સાઉથ હસીના સંયુક્તા હેગડેનો બ્લૂ બિકીનીમાં HOT અવતાર, બીચ પરથી વાયરલ થઇ તસવીરો........


Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટનો આંચકો, 34 વર્ષ જૂના કેસમાં 1 વર્ષની સજા ફટકારી


SBIના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, શું તમારું એકાઉન્ટ પણ બ્લોક થઈ ગયું છે, જાણો અહીં...