AUS vs AFG: મેકસેવલ મેજીક, શાનદાર 201 રનની અણનમ ઈનિંગ, અફઘાનિસ્તાનને 3 વિકેટથી આપી હાર

આજે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર અફઘાનિસ્તાનની ટીમ સામે થવાની છે. આજની મેચ બન્ને ટીમો માટે ખુબજ  મહત્વની છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Nov 2023 10:30 PM
ઓસ્ટ્રેલિયાની અકલ્પનીય જીત

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હાર આપી હતી. મેક્સવેલના વાવાઝોડામાં અફઘાનિસ્તાનના બોલરો ધોવાયા હતા. મેક્સવેલે 128 બોલમાં અણનમ 201 રન ફટકાર્યા હતા. જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા હતા. તેણે 8મી વિકેટ માટે પેટ કમિંસ સાથે 202 રનની ઐતિહાસિક પાર્ટનરશિપ કરી મેચ જીતાડી હતી.

મેક્સવેલના 150 રન

42 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 245 રન છે.  ગ્લેન મેક્સવેલ 155 રન અને પેટ કમિંસ 11 રને રમતમાં છે. બંને વચ્ચે અત્યાર સુધીના 8મી વિકેટ માટે સૌથી મોટી 154 રનની પાર્ટનરશિપ થઈ ચુકી છે.

મેક્સવેલની સદી

34 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 195 રન છે.  ગ્લેન મેક્સવેલ 109 રન અને પેટ કમિંસ 8 રને રમતમાં છે.

ઓસ્ટ્રેલિયાને સાતમો ફટકો

23 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 118 રન છે.  ગ્લેન મેક્સવેલ 39 રન અને પેટ કમિંસ 5 રને રમતમાં છે. રાશિદ ખાને સ્ટોયનિસને 6 રને એલબીડબલ્યુ અને મિચેલ સ્ટાર્કને 3 રને વિકેટકિપરના હાથે કેચ આઉટ કરાવ્યા હતા.

ઓસ્ટ્રેેલિયાએ ગુમાવી 5મી વિકેટ

14.2 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 69 રન છે. લાબુશેન 14 રન બનાવી રન આઉટ થયો છે. મેક્સવેલ 11 રને રમતમાં છે. ઓસ્ટ્રિલેયાને જીતવા 243 રનની જરૂર છે.

ઓસ્ટ્રેલિયાએ સળંગ બે બોલમાં બે વિકેટ ગુમાવી

8.2 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 49 રન છે. જોશ ઈંગ્લિશ 0 રને આઉટ થયો હતો. અઝમતુલ્લા સળંગ બે બોલમાં બે વિકેટ લીધી. ડેવિડ વોર્નર 18 રન બનાવી અઝમતુલ્લાહની ઓવરમાં બોલ્ડ આઉટ થયો હતો. લાબુશેન 5 રને રમતમાં છે. આ પહેલા મિચેલ માર્શ 11 બોલમાં 24 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો. ટ્રેવિડ હેડ ખાતું પણ ખોલી શક્યો નહોતો. ઓસ્ટ્રિલેયાને જીતવા 243 રનની જરૂર છે.

ઓસ્ટ્રેલિયાએ ગુમાવી બીજી વિકેટ

5.4 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 43 રન છે. મિચેલ માર્શ 11 બોલમાં 24 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો. ટ્રેવિડ હેડ ખાતું પણ ખોલી શક્યો નહોતો. ડેવિડ વોર્નર 17 રને રમતમાં છે. ઓસ્ટ્રિલેયાને જીતવા 249 રનની જરૂર છે.

અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 292 રનનો ટાર્ગેટ 

પ્રથમ બેટિંગ કરીને અફઘાનિસ્તાને 50 ઓવરમાં 5 વિકેટે 291 રન બનાવ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયા સામે હવે 292 રનનો પડકાર છે. અફઘાનિસ્તાને છેલ્લી 5 ઓવરમાં 62 રન બનાવ્યા હતા. ઈબ્રાહિમ ઝદરાને 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 129 અને રાશિદ ખાને 18 બોલમાં 35 રન બનાવ્યા હતા. રાશિદે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે બે વિકેટ ઝડપી હતી. જ્યારે એડમ ઝમ્પા અને મિશેલ સ્ટાર્કને એક-એક વિકેટ મળી હતી.

અફઘાનિસ્તાનની અડધી ટીમ પેવેલિયન ભેગી 

અફઘાનિસ્તાનની પાંચમી વિકેટ 46મી ઓવરમાં 233ના સ્કોર પર પડી હતી. મોહમ્મદ નબીએ પહેલા હેઝલવુડ પર લાંબી સિક્સર ફટકારી અને પછીના બોલ પર હેઝલવુડે નબીને બોલ્ડ કર્યો. નબીએ 10 બોલમાં 12 રન બનાવ્યા હતા. બીજા છેડે ઈબ્રાહિમ જાદરાન 109 રને રમી રહ્યો છે.

ઈબ્રાહિમ જાદરાને રચ્યો ઈતિહાસ 

ઈબ્રાહિમ જાદરાને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તેને 131 બોલમાં 7 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. ઈબ્રાહિમ જાદરાન હવે અફઘાનિસ્તાન માટે વર્લ્ડકપમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે.

અફઘાનિસ્તાનને ત્રીજો ઝટકો 

અફઘાનિસ્તાને 173ના કુલ સ્કોર પર 38મી ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 43 બોલમાં બે ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિચેલ સ્ટાર્કએ યોર્કર પર બોલ્ડ કર્યો હતો.

અફઘાનિસ્તાનનો સ્કોર 150 રનને પાર 

31 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 2 વિકેટે 153 રન છે. ઈબ્રાહિમ ઝદરાન 93 બોલમાં 77 અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 24 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યાં છે.

અફઘાનિસ્તાનને બીજો ઝટકો 

અફઘાનિસ્તાને 25મી ઓવરમાં 121ના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી દીધી હતી. રહમત શાહ 44 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. તે ગ્લેન મેક્સવેલના હાથે જોશ હેઝલવુડના હાથે કેચ આઉટ થયો હતો.

અફઘાનિસ્તાનનો સ્કૉર 100ને પાર

અફઘાનિસ્તાનના બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના બોલરોનો સ્ટ્રૉન્ગલી સામનો કરી રહ્યા છે. 22 ઓવર પછી સ્કૉર એક વિકેટે 111 રન છે. ઈબ્રાહિમ ઝદરાન અને રહમત શાહ વચ્ચે 73 રનની ભાગીદારી છે.

ઈબ્રાહિમ જાદરાનની શાનદાર ફિફ્ટી 

ઈબ્રાહિમ ઝદરાને 6 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી છે. તે 64 બોલમાં 55 રન સુધી પહોંચી ગયો છે. રહમત શાહ 25 બોલમાં 15 રન બનાવીને તેની સાથે છે. 19 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર એક વિકેટે 96 રન છે.

અફઘાનિસ્તાનને પહેલો ઝટકો

અફઘાનિસ્તાનની પ્રથમ વિકેટ પડી. ગુરબાઝ 21 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 25 બોલમાં ચોગ્ગા ફટકાર્યા હતા.

અફઘાનિસ્તાને 5 ઓવરમાં 27 રન બનાવ્યા

અફઘાનિસ્તાને 5 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 27 રન બનાવી લીધા છે. ગુરબાઝ 18 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. ઈબ્રાહિમ ઝદરાન 12 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે.

અફઘાનિસ્તાને 4 ઓવરમાં 20 રન બનાવ્યા 

અફઘાનિસ્તાને 4 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 20 રન બનાવી લીધા છે. ગુરબાઝે 13 બોલનો સામનો કરીને 13 રન બનાવ્યા છે. તેણે ચોગ્ગો ફટકાર્યો છે. ઈબ્રાહિમ ઝદરાન 11 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ કરતી વખતે સ્ટાર્કે 2 ઓવરમાં 12 રન આપ્યા હતા. હેઝલવુડે 2 ઓવરમાં 8 રન આપ્યા છે.

અફઘાનિસ્તાનની ટીમ

રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, નૂર અહેમદ.

ઓસ્ટ્રેલિયાની ટીમ 

ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

માર્શ અને મેક્સવેલીની વાપસી

સ્ટીવ સ્મિથ અને કેમેરોન ગ્રીન આજે ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11માં નથી. તેમના સ્થાને મિશેલ માર્શ અને ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. બીજી તરફ આજે પણ અફઘાન ટીમમાં ચાર સ્પિનરો રમી રહ્યા છે. ફઝલહક ફારુકીના સ્થાને નવીન-ઉલ-હકને તક આપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન, બન્ને માટે મહત્વની મેચ

આજે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર અફઘાનિસ્તાનની ટીમ સામે થવાની છે. આજની મેચ બન્ને ટીમો માટે ખુબજ  મહત્વની છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023 ની 39મી મેચ મુંબઈમાં રમાશે. વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. અફઘાનિસ્તાને છેલ્લી ત્રણ મેચ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ સતત પાંચ મેચ જીતી છે. તેથી અફઘાનિસ્તાન માટે મુંબઈમાં જીત મેળવવી આસાન નહીં રહે. સેમિફાઇનલમાં પહોંચવા માટે આ બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

વાનખેડેમાં ટક્કર

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ ગઈ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. અહીં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બ્રેકગ્રાઉન્ડ

Australia vs Afghanistan Live Updates: આજે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર અફઘાનિસ્તાનની ટીમ સામે થવાની છે. આજની મેચ બન્ને ટીમો માટે ખુબજ  મહત્વની છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023 ની 39મી મેચ મુંબઈમાં રમાશે. વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. અફઘાનિસ્તાને છેલ્લી ત્રણ મેચ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ સતત પાંચ મેચ જીતી છે. તેથી અફઘાનિસ્તાન માટે મુંબઈમાં જીત મેળવવી આસાન નહીં રહે. સેમિફાઇનલમાં પહોંચવા માટે આ બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.