Yuzvendra Chahal Record Ireland vs India 1st T20I Dublin: ભારત અને આયરલેન્ડ વચ્ચે T20 સીરીઝની પહેલી મેચ ડબલિનમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે 7 વિકેટથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં બેટ્સમેનોની સાથે-સાથે બોલરોએ પણ તેમનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલને આ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ચહલે 3 ઓવરમાં ફક્ત 11 રન આપીને એક વિકેટ લીધી હતી. ચહલે આ મેચમાં એક ખાસ ઉપલબ્ધિ મેળવી હતી. ચહલે T20 ઈન્ટરનેશનલ મેચોમાં 75 વિકેટ પુર્ણ કરી લીધી છે.


બુમરાહ અને ભુવનેશ્વરને પાછળ છોડ્યાઃ
યુઝવેન્દ્ર ચહલે ફક્ત 60 T20 મેચોમાં 75 વિકેટ લેવાનો આંકડો સર કરી લીધો છે. ચહલે આ મામલે ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા છે. ચહલે ટી20 મેચોમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પાછળ છોડ્યા છે. આ સાથે-સાથે ચહલે સ્ટુઅર્ટ બોર્ડ અને મિચેલ સેંટનરને પણ પાછળ છોડ્યા છે. ચહલે 59 મેચોમાં 75 વિકેટ લીધી છે અને આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને 6 વિકેટ લેવાનું રહ્યું છે.


ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડમાં શાકિબ અલ હસનનું નામ ટોપ પર છે. શાકિબે 96 મેચોમાં 119 વિકેટ ઝડપી છે. જ્યારે ચહલ આ મામલે 15મા સ્થાન પર છે. બુમરાહે 57 મેચોમાં 67 વિકેટ ઝડપી છે. આ મામલે બુમરાહ 19મા સ્થાન પર છે. જ્યારે ભુવનેશ્વર કુમારે 65 મેચોમાં 65 વિકેટ ઝડપી છે અને તે આ લિસ્ટમાં 23મા સ્થાન પર છે.


આ પણ વાંચોઃ


Ahmedabad Jagannath Rathyatra 2022: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ


Gujarat Monsoon: રથયાત્રાએ અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી