મુંબઈઃ ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સંખ્યાબંધ સેલિબ્રિટી કોરોનાનો ભોગ બની છે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. સૌરવ ગાંગુલી કોરોનામાંથી સાજા પણ થઈ ગયા હતા પણ કોરોના હવે તેમના ઘરમાં પ્રવેશી ચૂકયો છે. સૌરવ ગાંગુલીના પરિવારના ચાર સભ્યોને કોરોના થયો છે. આ ચાર લોકોમાં તેમની પુત્રી સનાનો પણ સમાવેશ થાય છે. ગાંગુલી પરિવારના તમામ સભ્યો ઘરમાં જ આઈસોલેટ થયા છે.
સૌરવ ગાંગુલી કોરોના થતાં ગાંગુલી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા હતા. તેમના પરિવારના સભ્યો કયા વેરિએન્ટથી પોઝિટિવ આવ્યા છે તે હજી જાણવા મળ્યુ નથી.
ગાંગુલી પરિવારના સંક્રમિત થયેલા બીજા સભ્યોમાં ગાંગુલીના ભાઈ દેબાશિષ ગાંગુલી, પુત્રી સના ગાંગુલી ઉપરાંત અન્ય બે સભ્યો સુવરોદીપ ગાંગુલી અને જાસ્મિન ગાંગુલીનો સમાવેશ થાય છે.
સૂત્રોનુ કહેવુ છે કે, સનામાં સાધારણ લક્ષણો જ જોવા મળ્યા છે. ગયા સપ્તાહે સના અને સૌરવ ગાંગુલીની પત્નીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે વખતે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
ગાંગુલીને કોરોના સંક્રમિત થયા બાદ કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીસીસીઆઈના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની કોરોનાની સારવાર કર્યાં બાદ શુક્રવારે હોસ્ટિપલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હવે સૌરવ ગાંગુલી સીધા કામ પર પરત નહીં ફરે. ડોક્ટર્સે સૌરવ ગાંગુલીને બે અઠવાડિયા સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી હતી. સૌરવ ગાંગુલી માટે સારા સમાચાર એ છે કે, જીનોમ સિક્વન્સિંગમાં તે ઓમિક્રોન નેગેટિવ હોવાનું બહાર આવ્યું હતું.
49 વર્ષીય સૌરવ ગાંગુલીનો કોવિડ-19 માટેનો આરીટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી ગાંગુલી વુડલેન્ડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. હોસ્પિટલમાં દાખલ થયા બાદ સૌરવ ગાંગુલીને મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ થેરાપી આપવામાં આવી હતી.
આ પણ વાંચો.....
Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત
Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન