બેંગલુરૂમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 286 રન બનાવ્યા હતા અને ભારતે સિરીઝ જીતવા 287 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 47.3 ઓવરમાં લક્ષ્યાંક મેળવી સિરીઝ જીતી લીધી હતી.
રોહિત શર્માએ કરિયરની 29મી સેન્ચુરી ફટકારતા 128 બોલમાં 119 રન કર્યા. જ્યારે વિરાટ કોહલીએ 91 બોલમાં 89 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સદી ફટકારતા 132 બોલમાં 131 રન બનાવ્યા હતા. માર્નસ લબુશેને 54 રન બનાવ્યા હતા.
ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને કુલદીપ યાદવ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.
ત્રીજી વન ડે માટે ભારત અને ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી પ્લેઇંગ ઇલેવન.
સીરિઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી. જે બાદ રાજકોટમાં રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રનથી વિજય થયો હતો.
કામ્યા પંજાબી બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, સામે આવ્યું લગ્નનું કાર્ડ, જાણો વિગતે
હાર્દિક પટેલને પરેશાન કરી રહી છે BJP: પ્રિયંકા ગાંધી
ઈરાકઃ 250 કિલોનો ISIS આતંકી પકડાયો, લઈ જવા બોલાવવી પડી મિની ટ્રક
NZ A vs IND A: ન્યૂઝીલેન્ડ પહોંચતાં જ પૃથ્વી શૉએ મચાવી ધમાલ, રમી 150 રનની તોફાની ઈનિંગ