ઈન્દોરઃ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી પૈકી પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી બેટિંગનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશના કેપ્ટનનો આ નિર્ણય ખોટો પડતો હોય તેમ સમગ્ર ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુશફિકર રહીમે સર્વાધિક 43 રન બનાવ્યા હતા. કેપ્ટન મોમીનુલ હકે 37 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3, ઉમેશ યાદવ, રવિચંદ્રન અશ્વિન અને ઈશાંત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી. એક સમયે બાંગ્લાદેશનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 140 રન હતો પરંતુ આ સ્કોર પર શમી ત્રાટક્યો હતો અને સળંગ બે બોલમાં બે વિકેટ લીધી હતી. બાંગ્લાદેશે છેલ્લી 5 વિકેટ માત્ર 10 રનમાં જ ગુમાવી હતી.


બીજા સત્રમાં બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવી

લંચથી ટી-બ્રેક સુધીના સમયમાં બાંગ્લાદેશે 77 ઉમેરી 4 વિકેટ ગુમાવી હતી. શમીએ ટી બ્રેક પહેલાના સળંગ બે બોલમાં રહીમ અને મહેંદી હસનને આઉટ કર્યા હતા. આ દરમિયાન અશ્વિને ઘરઆંગણે 250 ટેસ્ટ વિકેટની સિદ્ધી પણ હાંસલ કરી હતી. બીજા સત્રમાં અશ્વિન અને શમી બંનેને 2-2 સફળતા મળી હતી. બીજા સત્રમાં પણ ભારતના માખણિયા ફિલ્ડરોએ હાથમાં આવેલા સરળ કેચ છોડ્યા હતા.


પ્રથમ સત્રમાં ભારતને મળી ત્રણ સફળતા, છોડ્યા સરળ કેચ

દિવસની શરૂઆતથી જ ભારતીય બોલરોએ બાંગ્લાદેશના બેટ્સમેનો પર દબાણ સર્જયું હતું. જેના કારણે 12 રનના સ્કોર પર બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. મોહમ્મદ મિથુન 13 રને શમીનો શિકાર બન્યો હતો. પ્રથમ સત્રમાં ભારતના ત્રણેય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને 1-1 સફળતા મળી હતી. પ્રથમ સત્ર દરમિયાન ભારતની કંગાળ ફિલ્ડિંગ જોવા મળી હતી. અજિંક્ય રહાણે અને કેપ્ટન વિરાટ કોહલીએ સરળ કેચ છોડ્યા હતા. લંચ સમયે બાંગ્લાદેશનો સ્કોર 63 રન હતો. કેપ્ટન મોમીનુલ હક 22 અને મુશફિકર રહીમ 14 રને રમતમાં હતા.


રોહિત શર્મા આજે આંતરરાષ્ટ્રીય કરિયરની 350મી મેચ રમી રહ્યો છે. ભારતીય ટીમ અનુભવ, રેન્કિંગ અને ફોર્મની રીતે બાંગ્લાદેશ કરતાં ક્યાંય ચડિયાતી છે, તેમાં ય બાંગ્લાદેશની ટીમ તેના નિયમિત કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર શાકિબ તેમજ તમીમની ગેરહાજરીમાં રમવા ઉતરશે. મોમીનુલ હકની આગેવાની હેઠળની બાંગ્લાદેશની ટીમનો મદાર રહીમ, કાયેસ, મહમુદુલ્લાહ અને મિરાઝ જેવા ખેલાડીઓ પર રહેશે.

રોહિત શર્મા આજે આંતરરાષ્ટ્રીય કરિયરની 350મી મેચ રમી રહ્યો છે.


પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિદ્ધીમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા

બાંગ્લાદેશની ટીમ આ પ્રમાણે છે


બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસન ગતિ આપી, કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાઃ મોદી