ઈન્દોરઃ ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ છેલ્લી બે ટેસ્ટ સીરિઝમાં ક્લિન સ્વીપ કરી ચૂકી છે. તેણે વેસ્ટ ઇન્ડિઝને તેના ઘરમાં 2-0થી હાર આપી હતી. ત્યારબાદ ઘરેલું સીરિઝમાં સાઉથ આફ્રિકાને 3-0થી હાર આપી હતી.


ટીમ ઇન્ડિયા પાસે સતત ત્રીજી સીરિઝમાં ક્લીન સ્વીપ કરવાની તક છે. જો એમ થશે તો આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયા 120 અંક હાંસલ કરી લેશે. ભારત ચેમ્પિયનશીપમાં 240 અંક સાથે પ્રથમ નંબર પર છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી  અને વાઇસ કેપ્ટન રહાણે બંન્ને સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશને નબળી ટીમ નહી ગણે.


પ્રથમ ટેસ્ટ માટે સંભવિત ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિદ્ધીમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા

પ્રિયંકા ચોપરાએ અમેરિકામાં ખરીદ્યું ઘર, કિંમત જાણીને ચોંકી જશો, જાણો વિગત

શિવસેના સાથે ગઠબંધન તુટવા મુદ્દે અમિત શાહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, માવઠાથી માર્ગો થયા પાણી પાણી, જાણો વિગત