કોલકાતા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડકપ 2019માં મળેલી હાર બાદ ક્રિકેટથી દૂર છે અને તેમની હજુ સુધી ટીમમાં વાપસી થઈ શકી નથી. પરંતુ તે હવે નવી ભૂમિકામાં વાપસી કરી શકે છે. ધોની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બીજી ટેસ્ટમાં ખેલાડી તરીકે નહીં પરંતુ એક કૉમેન્ટેટર તરીકે નજર આવી શકે છે. આ ડે નાઈટ ટેસ્ટમાં ધોની કોમેન્ટ્રી કરી શકે છે.
કોલકાતામાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ 22 નવેમ્બરથી પ્રથમ ડ-નાઈટ ટેસ્ટ મેચ રમશે. એક રિપોર્ટ અનુસાર, સ્ટાર સ્પોર્ટસ ટેસ્ટ મેચમાં ધોનીને ‘ગેસ્ટ’ કોમેન્ટેટર તરીકે લાવવાની યોજના બનાવી રહ્યું છે. પિંક બોલથી રમાનાર ટેસ્ટ માટે સ્ટાર દ્વારા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પ્રસ્તાવિત એક યોજનાનો આધાર આપી રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટ પ્રમાણે ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસ માટે ભારતીય ટીમના તમામ પૂર્વ કેપ્ટનો કોમેન્ટ્રી કરી શકે છે.
જો આ રિપોર્ટ સાચો થશે તો એવું પ્રથમ વખત બનશે કે કોઈ પૂર્વ ભારતીય કેપ્ટન કોમેન્ટ્રી કરવા આવશે. જ્યારે ઈડન ગાર્ડનમાં ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ દરમિયાન 2001માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની જીતની ઉજવણી કરી શકે છે. રિપોર્ટ અનુસાર વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, હરભજનસિંહ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ બીજી વખત ઉજવણી કરી શકે છે.
આ પણ વાંચો.....
શુભમન ગીલે તોડ્યો વિરાટ કોહલીનો 10 વર્ષ જુનો રેકોર્ડ, બન્યો આવુ કરનારો સૌથી યુવા ખેલાડી, જાણો વિગતે
બાંગ્લાદેશ સામે ખોટો રિવ્યૂ લેવડાવ્યો છતાં રોહિતે કર્યો ઋષભ પંતનો બચાવ, જાણો કેમ
ICC T20 વર્લ્ડ કપ 2020નું આખું શેડ્યૂલ જાહેર, આ 4 નવી ટીમોને મળી વર્લ્ડ કપની ટિકિટ
આ દિગ્ગજ ક્રિકેટરે બીજીવાર કર્યા લગ્ન, પોતાની ગર્લફ્રેન્ડને બનાવી જીવનસાથી, જુઓ તસવીરો
બાંગ્લાદેશ વિરુદ્ધ ડે-નાઈટ ટેસ્ટમાં ધોની જોવા મળશે નવી ભૂમિકામાં, જાણો વિગત
abpasmita.in
Updated at:
05 Nov 2019 07:33 PM (IST)
કોલકાતામાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ 22 નવેમ્બરથી પ્રથમ ડ-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. તે દરમિયાન ધોની ખેલાડી તરીકે નહીં પરંતુ એક કૉમેન્ટેટર તરીકે નજર આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -