News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

IND vs ENG:પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 198 રનમાં 7 વિકેટ, ઈશાંત શર્માની 3 વિકેટ

FOLLOW US: 
Share:
લંડનઃ  ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમ મેચની ટેસ્ટ સીરીઝનો પાંચમો અને અંતિમ મુકાબલો લંડનના ધ ઓવલ મેદાન પર રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમે 90 ઓવરમાં 7 વિકેટે 198 રન જ બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકે સૌથી વધારે 70 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 50 રનની ઇનિંગ્સ રમી હતી. દિવસના અંતે બટલર 11 અને રાશિદ 4 રને રમતમાં છે. જેનિગ્સ 23 રને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ 11 અને મોઈન અલી 50 રને આઉટ થયા હતા.  જો રૂટ અને બેરિસ્ટો ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા હતા. ભારત તરફથી ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી છે. ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અશ્વિનને પડતા મુકાયા છે જ્યારે તેમના સ્થાને રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીનો સમાવેશ કરાયો છે. હનુમા વિહારી આ મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે 3 મેચોની ટી-20માં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સીરીઝ કબ્જે કરી, બાદમાં ઇંગ્લેન્ડે 3 મેચોની વનડે સીરીઝમાં 2-1થી ભારતને હાર આપીને હિસાબ બરાબર કરી લીધો હતો, હવે ભારતે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવી દીધી છે. ચાર ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડે ત્રણમાં જીત મેળવી છે જ્યારે ભારત એક ટેસ્ટમાં વિજય મેળવવામાં સફળ રહ્યું છે. વિરાટ કોહલીએ આ શ્રેણીની 4 ટેસ્ટમાં 554 રન બનાવ્યા છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસમાં એક શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બનવાથી ફક્ત 59 રન દૂર છે. હાલ આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે 2002માં ઇંગ્લેન્ડે પ્રવાસમાં 3 સદીની મદદથી 602 રન બનાવ્યા હતા.
Published at : 07 Sep 2018 03:33 PM (IST) Tags: Hanuma Vihari live score india vs england

સંબંધિત સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

ટોપ સ્ટોરી

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો