શોધખોળ કરો

Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 

રાજ્યમાં હાલ તો મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે રાત્રે ઠંડી અનુભવાય છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈ આગાહી કરવામાં આવી છે.

Heatwave:  રાજ્યમાં હાલ તો મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે રાત્રે ઠંડી અનુભવાય છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. માર્ચની શરૂઆત સાથે જ રાજ્યમાં પાંચ દિવસ  કેટલાક વિસ્તારોમાં તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડશે. મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.​​​​​​​

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન વધવાની  શક્યતા છે. જ્યારે રવિવારથી સમુદ્રી વિસ્તારોમાં પણ હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ન્યૂનતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા 5 દિવસ એટલે કે  10 માર્ચ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.  

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અલગ-અલગ શહેરોમાં હિટવેવની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. આજે અને આવતીકાલે ભાવનગર શહેરમાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

અમદાવાદ, અમરેલી અને કેશોદમાં તાપમાન 37.7 ડિગ્રીએ પહોંચ્યું

તારીખ 8,9 અને 10 માર્ચે સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, સુરત, વલસાડમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  આ ત્રણ દિવસ સંઘ પ્રદેશ દીવ અને દમણમાં પણ હિટવેવની શક્યતા છે. આજના તાપમાનની વાત કરીએ તો  ભાવનગરમાં સૌથી ઉંચું 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  જ્યારે રાજકોટમાં 37.9 ડિગ્રી, ભાવનગરના મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે અમદાવાદ, અમરેલી અને કેશોદમાં તાપમાનનો પારો ઉંચકાયને 37.7 ડિગ્રી પર પહોંચ્યો છે.

વર્લ્ડકપ ફાઈનલમાં તાપમાનનો પારો 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા

સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, ડીસામાં 37.3 ડિગ્રી તો ગાંધીનગર અને વડોદરામાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં રમાનાર ટી-20 વિશ્વકપના ફાઈનલના દિવસે તાપમાનનો પારો 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફુંકાઈ રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની અસર વધુ જોવા મળી રહી છે.          

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget