તિરુવનંતપુરમઃ ભારત અને વિન્ડિઝ વચ્ચે બીજી ટી-20 મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7 કલાકથી મેચ શરૂ થશે. આ દરમિયાન બધાની નજર લોકલ બોય સંજુ સેમસન પર રહેશે. સેમસનને બાંગ્લાદેશ સામે ટી20માં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ અંતિમ-11માં સ્થાન મળી શક્યો નહોતો. જ્યારે વિન્ડિઝ સીરિઝ માટે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો પરંતુ શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હોવાથી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.


મેચમાં વરસાદની આશંકાને લઈ ફેન્સે કહ્યું, અમને એક જ ચિંતા છે કે પૂરી 20 ઓવરની મેચનો આનંદ માણી શકીશું કે નહીં. પિચ ક્યૂરેટરે વરસાદથી ઉભી થનારી મુશ્કેલીને લઈ જણાવ્યું, સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ અસરકારક છે. ગ્રાઉન્ડ સ્ટાફને વરસાદ બાદ મેચ ફરી શરૂ કરાવવા માટે માત્ર 30 મિનિટ જ લાગશે.

ભારતીય ટીમમાં સ્થાન મેળવનારો સેમસન કેરળનો ત્રીજો ખેલાડી છે. આ પહેલા ટીનૂ યોહાના અને એસ. શ્રીસંત રાષ્ટ્રીય ટીમ તરફથી રમી ચુક્યા છે. આ મેદાન પર ત્રીજી મેચ છે. સાત નવેમ્બર, 2018ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો અહીંયા પહેલી વખત આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. વરસાદના કારણે ટી-20 મેચ માત્ર 8-8 ઓવરની રમાઈ હતી. જે બાદ બીજી મેચ અહીંયા નવેમ્બર 2018માં ભારત અને વિન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયાએ 9 વિકેટથી જીતી હતી.

 Reliance Jio એ યૂઝર્સને આપી મોટી રાહત, ફરી શરૂ કર્યા આ બે જાણીતા પ્લાન

દુકાનદારે શરૂ કરી અનોખી ઓફર, સ્માર્ટ ફોન ખરીદો અને મફતમાં મેળવો ડુંગળી? જાણો કેમ આવું શરૂ કર્યું

અજીત પવાર સાથે કેમ લીધા હતા સીએમ પદના શપથ ? દેવેન્દ્ર ફડણવીસે હવે કર્યો આ દાવો