નવી દિલ્હીઃ Reliance Jio ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ફરીથી કોમ્પિટિશન વધારી દીધી છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા અન્ય નેટવર્ક્સ પર ફ્રી કોલિંગની જાહેરાત કરવામાં આવ્યાના જવાબમાં રિલાયન્સ જિયોએ 98 રૂપિયા અને 149 રૂપિયાવાળા પ્લાન ફરીથી લોન્ચ કર્યા છે. કંપની દ્વારા ટેરિફ રિવાઇઝ કરવામાં આવ્યા બાદ યૂઝર્સ માટે ડેટા તો મોંઘો થઈ ગયો હતો પરંતુ પહેલા મળનારી અનલિમિટેડ ફ્રી કોલિંગ પર લગાવવામાં આવેલી FUP લિમિટે યૂઝર્સને નિરાશ કર્યા હતા.

યૂઝર્સની પરેશાની જોતા કંપનીએ હવે પ્લાન્સમાં ફેરફાર કર્યો છે. ટેરિફ રિવાઇઝ થયા બાદ જિયોના પોર્ટફોલિયોમાં રોજનો 1GB ડેટાવાળો પ્લાન ખતમ થઈ ગયો હતો. અનેક યૂઝર્સને તેનાથી પરેશાની થતી હતી. જિયોએ યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 149 રૂપિયાવાળો પ્લાન ફરથી ઉપલબ્ધ કરાવ્યો છે. આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટી સાથે રોજનો 1જીબી ડેટા અને 100 ફ્રી SMS મળી રહ્યા છે. પ્લાન સબસ્ક્રાઇબ કરનારા યૂઝર્સને જિયો ટૂ જિયો કોલિંગ ફ્રી મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલ કરવા 300 FUP મિનિટ મળે છે. યૂઝર્સને આ પ્લાનની સાથે રિલાયન્સ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

જ્યારે 98 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં વેલિડિટી પીરિયડ માટે કુલ 2જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન જે યૂઝર્સને વધારે કોલિંગ હોય તેમના માટે  કામનો છે. પ્લાનમાં જિયો ટૂ જિયો કોલિંગ ફ્રી છે.

દિલ્હી આગઃ સાંકડી ગલીઓ, ગીચ બિલ્ડિંગ, જુઓ તાંડવની તસવીરો

દુકાનદારે શરૂ કરી અનોખી ઓફર, સ્માર્ટ ફોન ખરીદો અને મફતમાં મેળવો ડુંગળી? જાણો કેમ આવું શરૂ કર્યું

અજીત પવાર સાથે કેમ લીધા હતા સીએમ પદના શપથ ? દેવેન્દ્ર ફડણવીસે હવે કર્યો આ દાવો

IND vs WI આજે બીજી T-20: ટીમ ઈન્ડિયામાં થઈ શકે મોટો બદલાવ, આ ખેલાડીનું કપાશે પત્તું