તિરુવનંતપુરમઃ પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ રવિવારે અહીંયા ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી બીજી ટી-20 મેચમાં સીરિઝ જીતવાના ઈરાદે મેદાન પર ઉતરશે. ભારતે શુક્રવારે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી-20માં 6 વિકેટથી જીત મેળવીને સીરિઝમાં 1-0ની લીડ લીધી હતી. ભારત આજની ટી-20 જીતીને શ્રેણી જીતવા માંગશે.


ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે તેનાથી મેનેજમેન્ટ ખુશ હશે અને આગામી મેચોમાં બેટ્સમેનો આવું ફોર્મ જાળવી રાખે તેમ ઈચ્છશે. પરંતુ તેમ છતાં ભારતે બોલિંગ અને ફિલ્ડિંગમાં ધ્યાન આપવાની જરૂર છે. ભારતે પ્રથમ મેચમાં કેટલાક સરળ કેચ છોડ્યા હતા, જેનો ફાયદો ઉઠાવી કેરેબિયન ટીમે 207 રનનો સ્કોર બનાવ્યો હતો. બીજી તરફ વિન્ડિઝ આ મેચ જીતીને સીરિઝમાં બની રહેવા માંગશે. અફઘાનિસ્તાન સામે 1-2થી સીરિઝ ગુમાવ્યા બાદ વિશ્વ ચેમ્પિયન વિન્ડિઝ કોઈપણ હાલતમાં વધુ એક સીરિઝ ગુમાવવા નહીં માંગે.

ટીમ ઈન્ડિયામાં શિવમ દુબે અથવા દીપક ચહરના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ થઈ શકે છે. રિષભ પંતને હજુ એક તક આપવામાં આવી શકે છે. બાકી ટીમમાં કોઈ ફેરફારની શક્યતા નથી.

સંભવિત ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ

અમરેલીઃ માનવભક્ષી દીપડાનો આતંક યથાવત, બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાના બે હુમલા

સાનિયા મિર્ઝાએ કેવી રીતે 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન ? જણાવ્યું આ સીક્રેટ

મ્યૂઝિક છોડીને ખેતીવાડી કરી રહ્યો છે આ સિંગર, પિતા હતા બોલીવુડના જાણીતા કોમેડિયન