નવી દિલ્હીઃ ભારતની નંબર-1 ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા શનિવારે એક ખાનગી કાર્યક્રમમાં હાજર રહી હતી. જ્યાં તેણે પ્રેગનેંસી, સ્પોર્ટ્સ, કરિયર અને ટ્રોલિંગ અંગે વાત કરી હતી. સાનિયાએ કહ્યું, પ્રેગનેંસીના સમયે લોકો તેના વધી ગયેલા વજનના કારણે ટ્રોલ કરતા હતા.


મિર્ઝાએ કહ્યું, તમારી અંદર એક જીવ પાંગરી રહ્યો છે તે વાત લોકોને સમજમાં નથી આવતી. લોકો બસ તમને જોઈ મેદસ્વીપણાની કમેન્ટ કરે છે. પ્રેગનેંસી દરમિયાન એક સ્ત્રીના શરીરમાં ઘણા બદલાવ આવે છે તે વાત સમજવાની જરૂર છે. તેણે આગળ જણાવ્યું કે, મેં મારી જિંદગી ફીટ રહીને પસાર કરી છે. પુત્ર ઇઝહાનના જન્મના ત્રણ અઠવાડિયા બાદ જ મેં એક્સરસાઇઝ શરૂ કરી દીધી હતી. મેં માત્ર 4 મહિનામાં જ 26 કિલો વજન ઘટાડ્યું હતું.


સાનિયાએ પ્રેગનેંસીની સાથે વૈવાહિક જીવન અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું, લગ્ન બાદ પણ હું કુકિંગ શીખી નથી. જેનું કારણ મને કુકિંગ પસંદ નથી. મને ખાવાનો શોખ છે તેથી હું સમજી વિચારીને જ કૂક રાખું છું. આ ઉપરાતં હું પરિવારજનોના ભોજનનું પણ ધ્યાન રાખું છું. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)


અમરેલીઃ માનવભક્ષી દીપડાનો આતંક યથાવત, બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાના બે હુમલા

મ્યૂઝિક છોડીને ખેતીવાડી કરી રહ્યો છે આ સિંગર, પિતા હતા બોલીવુડના જાણીતા કોમેડિયન

અજીત પવાર સાથે કેમ લીધા હતા સીએમ પદના શપથ ? દેવેન્દ્ર ફડણવીસે હવે કર્યો આ દાવો