ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 159, લોકેશ રાહુલે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રોહિત શર્મા (159 રન) અને લોકેશ રાહુલ (102 રન)ની ઓપનિંગ જોડીએ 37 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી હતી. જેની સાથે જ તેમણે સેહવાગ અને ગાંગુલીના 17 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.
2002માં સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગની ઓપનિંગ જોડીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટમાં રમાયેલી વન ડેમાં 196 રનની ભાગીદારી કરી હતી. જે અત્યાર સુધી ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડેમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ હતી.
IND v WI: કુલદીપ યાદવની હેટ્રિક, વન ડેમાં બીજી વખત આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બોલર
ભેસાણઃ ત્રણ દીકરીઓને કૂવામાં ફેંકી પિતાએ કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
IND v WI: પંત અને ઐયરની વિસ્ફોટક બેટિંગે તોડ્યો સચિન-જાડેજાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત