ICC Women’s WC: ભારતીય મહિલા ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (બીસીસીઆઇ) આઇસીસી મહિલા વર્લ્ડકપ 2022 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ પાકિસ્તાની સામે છ માર્ચે રમશે. આ મેચ તઉરંગના બે ઓવલ મેદાનમાં રામશે. વર્લ્ડકપથી ઠીક પહેલા ટીમ ઇન્ડિયા 11 ફેબ્રુઆરીથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ વનડે મેચોની સીરીઝ રમશે. 


ડાબોડી સ્પિનર એકતા બિષ્ટ, શિખા પાન્ડે અને સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગેજને વર્લ્ડકપ ટીમમાં સામેલ નથી કરવામાં આવી. ફાસ્ટ બૉલર રેનુકા સિંહ ઠાકુરને પહેલીવાર ટીમમાં જગ્યા મળી છે. રેનુકાએ વનડે ડેબ્યૂ નથી કર્યુ. એકતાને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે વર્લ્ડકપ ટીમમાં રાખવામાં આવી છે. ICC મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ગુરુવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. મિતાલી રાજની આગેવાની હેઠળની ટીમમાં ઝૂલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. મિતાલી અને ઝૂલનનો આ છેલ્લો વર્લ્ડ કપ હશે. 


ભારતીય ટીમઃ મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ.


સ્ટેન્ડબાય ખેલાડીઓ: એસ મેઘના, એકતા બિષ્ટ, સિમરન દિલ બહાદુર.


 






આ પણ વાંચો..... 


Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત


Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત


તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ


IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ


રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા


ભારતના આ મહાન ક્રિકેટરના ઘરમાં 4 લોકોને કોરોના, પુત્રી પણ કોરોનાનો ભોગ બની, તમામને ઘરે જ આઈસોલેટ કરાયા


Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન