નવી દિલ્હીઃ ગઇકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બેંગ્લૉર અને લખનઉ વચ્ચે રોમાંચક મેચ રમાઇ, જોકે અંતે બેંગ્લૉરે મેચમાં બાજી મારી લીધી, અને લખનઉને વધુ એક હારનો સામનો કરવો પડ્યો હતો. ફાક ડૂ પ્લેસીસની આગેવાની હેઠળ લખનઉ સામે શાનદાર રીતે 18 રનથી જીત હાંસલ કરી, પરંતુ મેચમાં લખનઉના બેટ્સમેનની હરકત કેમેરામાં કેદ થઇ ગઇ, હાલમાં વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.  


બેંગ્લૉર સામે 182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનઉ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસનો આ વીડિયો છે. સ્ટૉઇનિસ 19મી ઓવરના બીજા બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. જોશ હેઝલવુડ દ્વારા તેનો શિકાર કરવામાં આવ્યો, જોકે, આઉટ થયા પછી સ્ટોઇનિસનો ગુસ્સો સાતમા આસમાને હતો, તેને ગુસ્સામા ને ગુસ્સામાં બેટનો હવામાં ઉછાળ્યુ હતુ. પેવેલિયન તરફ જતા ગુસ્સામાં બેટને હવામાં સ્વિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વચ્ચે જ રોકાઈ ગયો. 


જોકે, ખાસ વાત છે કે આ ઘટના દરમિયાન બેંગ્લૉરનો એક ખેલાડી વચ્ચે આવ્યો. જો સ્ટોઈનિસે બેટ ફેરવ્યું હોત તો તે ખેલાડીને ઈજા થઈ શકી હોત. 






લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બેંગ્લોરની ટીમે 6 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 8 વિકેટે 163 રન જ બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ. 






આ પણ વાંચો..... 


ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી


દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ


Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે


Health Tips: ઉનાળામાં લૂથી બચવા માટે ગરમીમાં આ 4 ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ, કાળઝાળ ગરમીમાં રહી શકશો સ્વસ્થ


કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો