ચેન્નઇઃ મહેન્દ્ર સિંહ ધોની હવે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો કેપ્ટન નથી. તેમણે ગુરુવારે ટીમની કેપ્ટનશીપ રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. ધોનીના અચાનક લીધેલા નિર્ણયે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.  CSKના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે ધોનીએ આ નિર્ણય અચાનક નથી લીધો. તે છેલ્લા કેટલાક સમયથી આ અંગે પ્લાન કરી રહ્યો હતો.


CSKના CEOએ એક સ્પોર્ટ્સ વેબસાઈટને જણાવ્યું હતું કે  'ધોનીએ પ્રેક્ટિસ સેશન પછી યોજાયેલી ટીમ મીટિંગમાં પોતાનો નિર્ણય જણાવ્યો હતો. તે ઘણા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો. ધોનીના મતે રવિન્દ્ર જાડેજા કેપ્ટનશીપ સંભાળવા માટે તૈયાર છે અને તે આ જવાબદારી નિભાવવા માટે તેના શ્રેષ્ઠ ફોર્મમાં પણ છે. ધોની હંમેશા પ્લાન પ્રમાણે જ ચાલે છે. જો તે ઇચ્છતો હોત તો વધુ એક વર્ષ માટે કેપ્ટનશીપ કરી શક્યો હોત પરંતુ તેને લાગ્યું કે આ સિઝનમાં ભાવિ કેપ્ટન માટે નેતૃત્વ કરવું યોગ્ય રહેશે.


પ્લેઈંગ ઈલેવનમાં ધોનીના સ્થાન અંગે વિશ્વનાથને કહ્યું કે ધોની હજુ નિવૃત્ત થઈ રહ્યો નથી. વિશ્વનાથને જણાવ્યું કે ધોની CSKની યોજનામાં સામેલ થશે. જોકે, તેણે એ સ્પષ્ટ કર્યું નહોતું કે તે કઈ ભૂમિકામાં જોવા મળશે. વિશ્વનાથને કહ્યું, 'ધોની CSKનો ખાસ પાર્ટ બની રહેશે. તે નિર્ણય લેનારાઓમાંનો એક હશે. જ્યાં સુધી તેના ભવિષ્યની વાત છે, તે આ સિઝનમાં અને તે પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.


જો કે એવું માનવામાં આવે છે કે જો ધોની આઇપીએલની  શરૂઆતની મેચોમાં લયમાં નહીં આવે તો તે પોતે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહીને ટીમને મદદ કરી શકે છે. શક્ય છે કે સીઝનની મધ્યમાં અથવા સીઝનના અંતમાં તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.


Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....


સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ


IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી


અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........