IPL 2022 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2022 ની સાતમી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સનો આમનો સામનો થશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યાથી નવી મુંબઇના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો આઇપીએલની 15મી સિઝનમાં પ્રથમ જીત મેળવવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે બન્ને ટીમો આ વખતે નવા કેપ્ટનોની આગેવાનીમાં મેદાનમાં ઉતરી રહી છે, એકબાજુ કેએલ રાહુલ છે, તો બીજી બાજુ જાડેજા છે. પરંતુ આજની મેચ ડ્વેન બ્રાવો માટે ખાસ બની રહેવાની છે, કેમ કે જો ડ્વેન બ્રાવો આજની મેચમાં શાનદાર બૉલિંગ કરશે તો તે આઇપીએલ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ બૉલર બની જશે. ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો આઈપીએલમાં ઈતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર છે. 


કેરેબિયન દિગ્ગજ ડ્વેન બ્રાવો આ લીગમાં સૌથી વધુ વિકેટની બાબતમાં લસિથ મલિંગા સાથે સંયુક્ત રીતે પહેલા નંબર પર છે. મલિંગાને પાછળ છોડી દેવા માટે બ્રાવોને માત્ર એક જ વિકેટની જરુર છે. એક વિકેટ મળતા જ બ્રાવો આઇપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની જશે. 


બ્રાવો 2008થી લઈને અત્યાર સુધી આઇપીએલની 152 મેચોમાં 170 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ સાથે જ મલિંગાએ 122 મેચોમાં 170 વિકેટ પોતાના નામે કરી લીધી છે.


IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ -5 બોલર્સ :


લસિથ મલિંગા : 122 મેચ, 170 વિકેટ
ડ્વેન બ્રાવો : 152 મેચ, 170 વિકેટ
અમિત મિશ્રા : 154 મેચ, 166 વિકેટ
પીયૂષ ચાવલા : 165 મેચ, 157 વિકેટ
હરભજન સિંહ : 163 મેચ, 150 વિકેટ


ફાસ્ટ બોલર લસિથ મલિંગા અને ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ એક જ ટીમ સાથે આઇપીએલ કારકિર્દીની શરુઆત કરી હતી. ડ્વેન બ્રાવો આ લીગમાં 2008ની પહેલી સિઝન સાથે જોડાયેલો છે. 


ચેન્નાઇ સુપર કિંગ્સ -
ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉન્વે, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રાજવર્ધન હંગારગેકર, ડ્વેન બ્રાવો, એડમ મિલ્ને, તુષાર દેશપાન્ડે.


લખનઉ સુપર જાયન્ટ્સ - 
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), એવિન લુઇન, મનિષ પાંડે, દીપક હુડ્ડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, એન્ડ્ર્યૂ ટાય, દુશ્મંથા ચમીરા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન.


કોણુ પલડુ છે ભારે CSK vs LSG -
બંને ટીમો પ્રથમ વખત આમને સામને થવા જઈ રહી છે, તેથી અનુમાન લગાવી શકાય નહીં કે કોણ કોના પર વિજય મેળવશે? જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પાસે વધુ અનુભવ છે અને આ બાબત તેમના પક્ષમાં જઈ શકે છે. લખનૌની હાર અને જીત તેમના બોલરો પર નિર્ભર રહેશે.


આ પણ વાંચો......... 


ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે


હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી


Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ


પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર


Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો