IPL Playoffs 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલની આ સીઝન શરુઆતથી ખુબ જ ખરાબ રહી છે. ચેન્નાઈ પોતાની શરુઆતની ચાર મેચો હારી હારી ગયું હતું. જો કે આ બાદ ટીમે પોતાની છેલ્લી 5 મેચોમાંથી 3 મેચો જીતીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે.


જો ચેન્નાઈએ પ્લેઓફમાં સ્થાન મેળવવાની આશાને જીવંત રાખવી હોય તો બાકી વધેલી 5 મેચો જીતવી પડશે. જો કે પાંચમાંથી 4 મેચ જીતીને પણ ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચી શકે છે. પરંતુ આ શરતમાં ચેન્નાઈએ બીજી ટીમોની હાર-જીત ઉપર નિર્ભર રહેવું પડશે. ચાલો તમને જણાવીએ ચેન્નાઈ કયા સમીકરણો હેઠળ પ્લેઓફમાં પહોંચી શકે છે...


RCB પોતાની 4 માંથી 2 મેચ જીતે અને બાકીની બે મેચ હારી જાય. એટલે કે તે ચેન્નાઈ અને ગુજરાત સામેની મેચ હારી જાય અને સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ સામેની મેચ જીતી જાય. આ સ્થિતિમાં RCB 14માંથી 7 મેચ જીતશે અને તે પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ જવાના આરે પહોંચી જશે. જો બેંગ્લોરની ટીમ હૈદરાબાદ સામેની મેચ પણ હારી જાય તો તે નિશ્ચિંત પણે પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી જશે.


પંજાબ કિંગ્સની ટીમ પણ પોતાની બચેલી 4 મેચમાંથી બે મેચ જીતે અને બે મેચ હારી જાય. એટલે કે રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોર સામેની મેચ હારી જાય અને દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ જીતી જાય. આ સ્થિતિમાં પંજાબ પણ 14માંથી 7 મેચ જીત મેળવશે. જો પંજાબ દિલ્હી સામેની મેચ પણ હારી જાય તો તે પ્લેઓફમાંથી બહાર નીકળી જશે.


સનરાઈઝર્સ હૈદરાબાદ પોતાની 5 માંથી બે મેચ જીતે અને ત્રણ મેચ હારી જાય એટલે કે પંજાબ, RCB અને મુંબઈ સામેની મેચ હારી જાય અને કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ સામેની મેચ જીતી જાય. આ સ્થિતિમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પણ 14માંથી 7 મેચ જીતશે. જો હૈદરાબાદ RCB સામે પણ જીતી જાય તો તેને દિલ્હી સામે હારવું જરુરી બની રહેશે.


દિલ્હી કેપિટલ્સે તેમની પાંચમાંથી 3 કે 2 મેચ જીતવી જોઈએ અને 2 કે 3 મેચ હારવી જોઈએ એટલે કે પંજાબની ટીમ ચેન્નાઈ અને રાજસ્થાન સામેની મેચ હારે, મુંબઈ, સનરાઈઝર્સ અને પંજાબમાંથી ત્રણેય મેચ હારે કે જીતે. આવી સ્થિતિમાં દિલ્હી વધુમાં વધુ 7 જીત અને ઓછામાં ઓછી 5 કે 6 જીત મેળવી શકશે અને તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.


KKR એ તેની ચારમાંથી એક મેચ હારવી જોઈએ અને બાકીની ત્રણમાં જીતવી જોઈએ કે હારવી જોઈએ. એટલે કે તે મુંબઈ સામેની મેચ હારે છે અને લખનઉ સામેની બે મેચ અને સનરાઈઝર્સ સામેની એક મેચ જીતે છે કે હારે. આવી સ્થિતિમાં, KKRની આ સિઝનમાં ઓછામાં ઓછી 5 જીત અને મહત્તમ 7 જીત શક્ય બનશે.


જો ઉપરોક્ત સમીકરણો બને છે તો ચેન્નાઈની ટીમ તેની બાકીની પાંચ મેચ જીતીને સરળતાથી પ્લેઓફમાં પહોંચી શકે છે. જો ચેન્નાઈની ટીમ પાંચ મેચમાંથી એક મેચ હારી જાય તો પણ ઉપરોક્ત સમીકરણો અનુસાર તેની પ્લેઓફ રમવાની શક્યતાઓ જળવાઈ રહેશે, હા, આ કિસ્સામાં નેટ રન રેટ એક પરિબળ હોઈ શકે છે એટલે કે ચેન્નાઈને વધુ સારી રીતે રન બનાવવાની જરુર છે. ચેન્નાઈ વધુ સારા રન રેટથી રન બનાવે અથવા ઉપર આપેલી ટીમો મોટા માર્જિનથી હારી જાય છે તો ચેન્નાઈનું પ્લેઓફમાં પહોંચવું શક્ય છે.