CSK retained players 2022: આઇપીએલ 2022માં અત્યાર સુધી 59 મેચો રમાઇ ચૂકી છે. ગુજરાત ટાઇટન્સ એકમાત્ર ટીમ છે જેને સૌથી પહેલા પ્લેઓફમાં સ્થાન બનાવી લીધુ છે, આ પછી પણ હજુ ત્રણ સ્થાન માટે જંગ ચાલી રહ્યો છે. પરંતુ ખાસ વાત છે કે, આ વખતે બન્ને ચેમ્પીયન ટીમો મુંબઇ અને ચેન્નાઇ પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઇ છે. આ વખતે ઓક્શન પહેલા ચેન્નાઇએ પોતાના ચાર સ્ટાર ખેલાડીઓને કરોડો ખર્ચીને રિટેન કર્યા હતા, જોકે, હવે આ ખેલાડીઓએ જ ચેન્નાઇ સુપર કિંગ્સને 15મી સિઝનમાં ડુબાડી દીધી છે. 


ચેન્નાઇ સુપર કિંગ્સના રિટેન કરેલા ખેલાડીઓ - 


રવિન્દ્ર જાડેજા - 16 કરોડ રૂપિયા
એમએસ ધોની - 12 કરોડ રૂપિયા 
મોઇન અલી - 8 કરોડ રૂપિયા
ઋતુરાજ ગાયકવાડ - 6 કરોડ રૂપિયા


આ ખેલાડીઓએ આ વખતે ચેન્નાઇને ડુબાડી દીધી છે, પરફોર્મન્સની વાત કરવામાં આવે તો... 


- રવિન્દ્ર જાડેજાએ 10 મેચોમાં 19.33 ની એવરેજ અને 118.36ના સ્ટ્રાઇક રેટથી માત્ર 116 રન જ બનાવ્યા છે, તેને 10 મેચોમાં 7.51 ની ઇકૉનોમીથી માત્ર 5 વિકેટો ઝડપી છે. 
- ધોનીએ અત્યાર સુધી 12 મેચોમાં 11 ઇનિંગમાં 39.80 ની એવરેજથી અને 132.66 ની સ્ટ્રાઇક રેટથી 199 રન બનાવ્યા છે. 
- મોઇન અલીએ 8 મેચોમાં 16.25 ની એવરેજ અને 126.21 ની સ્ટ્રાઇક રેટથી અત્યાર સુધી 130 રન જ બનાવ્યા છે. 
- ઋતુરાજ ગાયકવાડે 12 મેચો રમી છે, જેમાં 26.08 ની એવરેજ અને 132.62 ની સ્ટ્રાઇક રેટથી 313 રન બનાવ્યા છે. 


આ પણ વાંચો.............


યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ


રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી


વિશ્વ પ્રવાસનના નકશા પર ચમકતાં કચ્છ અને પાટનગર ભુજને રાજવી પરિવાર દ્વારા વધુ બે ભેટ અર્પણ કરવામાં આવી


Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં


Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત


... તો અમદાવાદમાં ચોમાસા પહેલા 100થી વધુ રોડના કામ અટકી જશે