IPL 2022, CSK vs GT : ગુજરાત ટાઈટન્સે રોમાંચક મેચમાં શાનદાર જીત મેળવી, મિલરની વિસ્ફોટક ઈનિંગ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે રમાનારી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થવાની છે.

gujarati.abplive.com Last Updated: 17 Apr 2022 11:19 PM
ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત

IPL 15માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. ચેન્નાઈને આ મેચમાં ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. 170 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ટીમની જીતના હીરો મિલર અને રાશિદ ખાન રહ્યા હતા. મિલરે 51 બોલમાં 94 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રાશિદ ખાને 40 રન બનાવ્યા હતા.

તેવટીયા માત્ર 6 રન બનાવીને આઉટ

ગુજરાત ટાઈટન્સે 87 રનમાં 5 વિકેટ ગુમાવી દિધી છે. રાહુલ તેવટીયા માત્ર 6 રન બનાવીને આઉટ થયો છે. મિલર 52 રન બનાવી રમતમાં છે. 

રિદ્ધિમાન સહા માત્ર 11 રન બનાવી આઉટ

રિદ્ધિમાન સહા માત્ર 11 રન બનાવી આઉટ થયો છે. ગુજરાતની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતની ટીમે 48 રનમાં 4 વિકેટ ગુમાવી દિધી છે. હાલ મિલર રમતમાં છે. 

ગુજરાત ટાઈટન્સની શરુઆત ખરાબ

ગુજરાત ટાઈટન્સની શરુઆત ખરાબ થઈ છે. ટીમે માત્ર 16 રનમાં 3 વિકેટ ગુમાવી છે. શુભમન ગિલ અને વિજય શંકર શૂન્ય રને આઉટ થયા છે. અભિનવ મનોહર 12 રન બનાવીને આઉટ થયો છે. 

ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ

ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નઈ તરફથી શાનદાર બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડે 48 બોલમાં 73 રન ફટકાર્યા હતા. 

ઋતુરાજ ગાયકવાડ 73 રન બનાવીને આઉટ

ઋતુરાજ ગાયકવાડ 73 રન બનાવીને આઉટ થયો છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 16.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 133 રન બનાવી લીધા છે.  શિવમ દૂબે અને રવિંદ્ર જાડજા હાલ રમતમાં છે. 

ગાયકવાડ અને શિવમ દુબે રમતમાં

અંબાતી રાયડુ 46 રનની શાનદાર ઈનિંગ રમીને આઉટ થયો  છે. ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 125 રન થયો છે. ગાયકવાડ અને શિવમ દુબે રમતમાં છે. 

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 100 રનને પાર

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 100 રનને પાર થયો છે. ઋતુરાજ ગાયકવાડે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. 

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 50 રનને પાર

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 50 રનને પાર થયો છે. ચેન્નઈ તરફથી ઋતરાજ ગાયકવાડ 39 રન બનાવી હાલ મેદાન પર છે. અંબાતી રાયડુ 12 રન બનાવીને હાલમાં રમતમાં છે. 

મોઈન અલી માત્ર 1 રન બનાવીને આઉટ

ચેન્નઈ સુપર કિંગ્સનો બીજો મોટો ઝટકો લાગ્યો છે. મોઈન અલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 6.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 40 રન બનાવી લીધા છે. 

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. રોબિન ઉથપ્પા માત્ર 3 રન બનાવીને આઉટ થયો છે. ચેન્નઈ સુપર કિંગ્સે 3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન - રોબિન ઉથપ્પા, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ તિક્ષાના અને મુકેશ ચૌધરી.

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન - શુભમન ગિલ, સહા (વિકેટકીપર),  વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર,  રાહુલ તેવટિયા, રાશિદ ખાન,  મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન,  યશ દયાલ અને જોસેપ.

ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે રમાનારી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે  મુકાબલો છે. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકગ્રાઉન્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે રમાનારી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જાણો આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન વિશે.  ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 


તમને જણાવી દઈએ કે પૂણેમાં આ સિઝનમાં અત્યાર સુધી પાંચ મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે ત્રણ મેચ જીતી છે. બીજા દાવમાં બોલરો માટે મેદાન સારું રહ્યું છે. અહીં ઝાકળ બોલરોને પરેશાન કરી શકી નથી.


શિવમ દુબેએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. શિવમ દુબેએ આ સિઝનમાં અત્યાર સુધીની પાંચ મેચોમાં 51.75ની એવરેજ અને 176.92ની સ્ટ્રાઈક રેટથી 207 રન બનાવ્યા છે. આ દરમિયાન દુબેએ 16 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.