IPL 2022, CSK vs RCB: ચેન્નાઈ સુપર કિંગ્સે 23 રને મેચ જીતી વિજયનું ખાતું ખોલાવ્યું

આઈપીએલમાં આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજાની ટીમ સિઝનની પહેલી મેચ જીતવા માટે રમવા ઉતરશે.

gujarati.abplive.com Last Updated: 12 Apr 2022 11:33 PM
ચેન્નાઈ સુપર કિંગ 23 રનથી મેચ જીત્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આજની મેચ જીતીને ચેન્નાઈએ પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે. સિઝનની સતત 4 મેચ હાર્યા બાદ આજે ચેન્નાઈએ પ્રથમ જીત મેળવી છે. ચેન્નાઈના બેટ્સમેન શિવમ દુબે (અણનમ 95) અને રોબિન ઉથપ્પા (88)ની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2022ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ 23 રનથી મેચ જીત્યું હતું.

દિનેશ કાર્તિક હાલ રમતમાં

રોયલ ચેલેન્જર્સની ટીમે 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા છે. બેંગ્લુરુને હજુ પણ જીતવા માટે 24 બોલમાં 71 રનની જરુર છે. દિનેશ કાર્તિક હાલ રમતમાં છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુુરુની 3 વિકેટ પડી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુુરુએ 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 42 રન બનાવ્યા છે. ડુપ્લેસિસિ 8 રન બનાવી અને વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે અનુજ રાવત 12 રન બનાવીને આઉટ થયો હતો. મેક્સવેલ 21 રન બનાવી રમતમાં છે.  

બેંગ્લુરુને જીતવા માટે 217 રનનો મોટો લક્ષ્યાંક

ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સે બેંગ્લુરુને જીતવા માટે 217 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો છે. ચેન્નઈ તરફથી રોબિન ઉથપ્પા અને શિવમ દૂબે બંનેએ તોફાની બેટિંગ કરી હતી. ઉથપ્પા 88 રન બનાવી આઉટ થયો હતો આ દરમિયાન તેણે 9 સિક્સર ફટકારી હતી. જ્યારે શિવમ દૂબે 95 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન તેણે 8 સિક્સર ફટકારી હતી. 

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 200 રનને પાર

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 200 રનને પાર થયો છે. રોબિન ઉથપ્પા 89 રનની આક્રમક ઈનિંગ રમી આઉટ થયો છે. શિવમ દુબે આક્રમક 80 રન ફટકારી રમતમાં છે. ચેન્નઈનો સ્કોર 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 201 રન છે. 

ઉથ્થપા શિવમે દુબેની અડધી સદી

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે શાનદાર બેટિંગ કરતા 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા છે. રોબિન ઉથ્થપા અને શિવમે દુબે બંનેએ અડધી સદી ફટકારી છે. 

ઉથપ્પા અને શિવમ દુબે મેદાન પર

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા છે. હાલમાં રોબીન ઉથપ્પા અને શિવમ દુબે મેદાન પર છે. દુબેએ શાનદાર ઈનિંગ રમતા 38 રન બનાવી લીધા છે. 

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 50 રનને પાર

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 50 રનને પાર થયો છે. મોઈન અલી માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. હાલ રોબિન ઉથપ્પા અને શિવમ દુબે રમતમાં છે. ચેેન્નઈની ટીમે 9.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 57 રન બનાવી લીધા છે. 

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે.  ઋતુરાજ ગાયકવાડ 17 રન બનાવી આઉટ થયો છે.  3.4ઓવરમાં એક  વિકેટ  ગુમાવી ચેન્નઈની ટીમે  19 રન બનાવી લીધા છે. હાલ રોબિન ઉથપ્પા રમતમાં છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ટોસ જીત્યો

આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે  મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેન્નઈની ટીમ પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે.

બ્રેકગ્રાઉન્ડ

આઈપીએલમાં આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજાની ટીમ સિઝનની પહેલી મેચ જીતવા માટે રમવા ઉતરશે. બીજી તરફ ફાફ ડૂ પ્લેસિસની આગેવાનીમાં RCBની ટીમ આ મેચ જીતીને પોઈંટ ટેબલમાં ઉપર પહોંચવા માટે પ્રયત્ન કરશે. બંને ટીમોમાં ઘણા જોરદાર ખેલાડીઓ છે જે મેચનો અંદાજ પલટવામાં સક્ષમ છે. આરસીબી અને ચેન્નાઈ વચ્ચે રમાનાર આ મેચમાં વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક સહિત ઘણા ખેલાડી અનોખા રેકોર્ડ બનાવી શકે છે.


આ વખતે ચેન્નાઈની ટીમ એ ધાર નથી બતાવી રહી જેના માટે તે જાણીતી હતી. ટીમને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ RCBએ ત્રણ મેચ જીતી છે. આવી સ્થિતિમાં બેંગ્લોર આ મેચ પણ જીતી શકે છે.


પિચ રિપોર્ટ


મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બોલરોને વધારે મદદ મળતી નથી. અહીં ટાર્ગેટનો પીછો કરતા ટીમે 4 વખત જીત મેળવી છે. આ સિવાય ટીમે બે વખત પ્રથમ બેટિંગ કરતા જીત મેળવી છે. ઝાકળને કારણે બોલરોને બીજી ઇનિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ટોસ જીતીને ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.