IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે રમાયેલી દિલ્હી અને પંજાબની મેચમાં એક શાનદાર નજારો જોવા મળ્યો, દિલ્હીની જીત બાદ ફરી એકવાર સાઉથ ઇન્ડિયન સ્ટાર ફિલ્મ 'પુષ્પા' સ્ટાઇલ જોવા મળી, આ વખતે આ સ્ટાઇલના સ્ટેપ ખુદ ડેવિડ વોર્નરે મેદાન પર કર્યા હતા, અને તેનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


આઇપીએલમાં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં દિલ્હીએ પંજાબ સામે શાનદાર જીત મેળવી, આ જીતમાં ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર છવાયો, તેને 30 બૉલમાં 60 રન ફટકારીને ટીમે જીત અપાવી, આ જીત બાદ તે એટલો બધો ખુશ થઇ ગયો હતો, તેને મેદાન પર જ ફિલ્મ 'પુષ્પા'ની સ્ટાઇલ કરી, જીત બાદ મેદાન પરથી પેવેલિયન જતી વખતે 'મેં ઝૂકેગા નઇ' બોલ્યો અને સ્ટાઇલ કરી હતી, એટલુ જ નહીં બાદમાં તેને કેપ્ટન ઋષભ પંત સાથે પણ આ સ્ટેપને ફરીથી કર્યુ હતુ. જુઓ વીડિયો........ 






દિલ્હી કેપિટલ્સે પણ વૉર્નરના આ પૉઝને શેર કરતા લખ્યું- 'એ વૉર્નર હૈ, ઝૂકેગા નઇ.'










આવી રહી દિલ્હી કેપિટલ્સની દમદાર જીત 
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો નવ વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા આખી ટીમ ફક્ત 115 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 10.3 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને 9 વિકેટે મોટી જીત નોંધાવી હતી.


દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નરે શાનદાર અણનમ અડધી સદી ફટકારી હતી. વોર્નરે 30 બોલમાં અણનમ 60 રન ફટકાર્યા હતા જેમાં તેણે 10 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. તે સિવાય પૃથ્વી શૉએ પણ 41 રન બનાવ્યા હતા.


આ અગાઉ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ફક્ત 54 રનમાં જ પંજાબે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ધવન 9, મયંક 24, લિવિંગસ્ટોન 2 અને જોની બેયરસ્ટો 9 રન બનાવીને પરત ફર્યા હતા. ટીમ માટે જીતેશે 23 બોલમાં 32 રન બનાવ્યા હતા.


જીતેશે 23 બોલમાં 5 ફોરની મદદથી 32 રન બનાવ્યા હતા. અંતમાં રાહુલ ચહરે એક ફોર અને એક સિક્સરની મદદથી 12 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને લલિત યાદવે 2-2 વિકેટ લીધી હતી.