Punjab Kings IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સિઝન માટે કોચ્ચીમાં ટૂંક સમયમાં હરાજી યોજાશે. આ પહેલા પંજાબ કિંગ્સે એક મોટી જાહેરાત કરી છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી બ્રેડ હેડિનને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ચાર્લ લેંગવેલ્ડને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફર બેટિંગ કોચ બન્યા છે.


પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન બ્રેડ હેડિનને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તે એક અનુભવી ખેલાડી રહ્યો છે અને તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 126 વનડેમાં 3121 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 16 અડધી સદી ફટકારી છે. હેડિને 34 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. જેમાં તેણે 402 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તે આઈપીએલ મેચ પણ રમી ચુક્યો છે.


ભૂતપૂર્વ ઝડપી બોલર લેંગવેલ્ડને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી લેંગેવેલ્ટે 73 વનડેમાં 101 વિકેટ લીધી છે. તેણે 6 ટેસ્ટ મેચમાં 16 વિકેટ લીધી છે. મહત્વની વાત એ છે કે તે IPLમાં 7 મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેણે 13 વિકેટ ઝડપી છે. તેણે તેની છેલ્લી આઈપીએલ મેચ 2011માં રમી હતી. આ મેચમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી.


પંજાબ કિંગ્સનું ખરાબ પ્રદર્શન


પંજાબ કિંગ્સ IPL 2022માં આઠમી વખત પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ટીમ મેનેજમેન્ટે શિખર ધવન અને જોની બેયરસ્ટોને ઓપનર્સ તરીકે તૈયાર કર્યા છે. ગત સિઝનમાં મયંક અગ્રવાલ કેપ્ટન હતો પરંતુ ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો ન હતો. મયંક છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ છે. તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.


મયંક અગ્રવાલ તેમજ ઓડિયન સ્મિથ જેવા મોંઘા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઓડિયન સ્મિથને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તે સારુ પ્રદર્શન કરી શક્યો નહીં.




આ ખેલાડીઓને રિટેન કરાયા


શિખર ધવન (કેપ્ટન), શાહરૂખ ખાન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાયડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કગીસો રબાડા, રાહુલ ચહર અને હરપ્રીત બરાર


કેટલી બચી છે પર્સ વેલ્યૂ


આ રિલીઝ અને રિટેન બાદ ટીમ પાસે કુલ 3 વિદેશી ખેલાડીઓનો સ્લોટ બાકી છે. પંજાબે ટ્રેડ મારફતે કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો નથી. હવે આ રીલીઝ પછી ટીમની કુલ પર્સની કિંમત 7.05 કરોડ છે. ટીમ આ પૈસાનો ઉપયોગ મિની ઓક્શનમાં કરશે.