IPL 2022: ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરિયાએ આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા સાકરિયાની બોલિંગની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. નોંધનિય છે કે ગયા વર્ષે ચેતન સાકરિયાએ તેના પિતા અને ભાઈ ગુમાવ્યા હતા.


ચેતન સાકરિયાનું જીવન સંઘર્ષ ભર્યું રહ્યું છે


આઈપીએલની પોતાની પહેલી જ સિઝનમાં રાજસ્થાન તરફથી રમતા ચેતને 14 વિકેટ ઝડપીને પોતાની કાબેલિયત સાબિત કરી દીધી હતી. આ ઉપરાંત 2021માં પણ આઈપીએલમાં ચેતને પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ પ્રદર્શનના આધારે જ તેને ભારતીય ટીમમાં જગ્યા મળી અને શ્રીલંકા સામે વન ડે અને ટી-20માં ડેબ્યુ કર્યું. હવે દિલ્હી તરફથી રમતા સાકરિયાનું ધ્યાન પોતાની ક્રિકેટર તરીકેની કારકિર્દીને આગળ વધારવાનું છે.


પોતાના ધારદાર યોર્કરથી બેટ્સમેનોને કરી રહ્યો છે પરેશાન
જો કે આ ટૂર્નામેન્ટમાં વધુ મેચ રમવા ન મળી હોવા છતા સાકરિયા પોતાના યોર્કર પર વધુ ધ્યાન આપી રહ્યો છે. તેમણે કહ્યું કે, ડીસીમાં આવ્યા બાદ મે એક ચીજ પર વધુ ધ્યાન આપ્યું છે અને તે છે યોર્કર, હવે હુ યોર્કર સારી રીતે નાખી શકું છું. પહેલા હું 50 ટકા યોર્કર ફેકતો હતો જ્યારે મને કોઈ 6 બોલ યોર્કર ફેકવાનું કહેતા ત્યારે હું માંડ 3 બોલ જ ફેકી શકતો હતો પરંતુ હવે હુ વધુ યોર્કર બોલ ફેકી શકુ છું. મે તેના પર ખુબ મહેનત કરી છે. આ વખતે જ્યારે પીચ બનાવવામાં આવી રહી હતી ત્યારે હુ જોતો હતો કે તે પીચો પર કઈ બોલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી મે મારા યોર્કર પર વધુ ધ્યાન આપ્યું.


કોટ પોન્ટિગ કરાવી રહ્યા છે ખેલાડીઓને તૈયારી


ચેતન સાકરિયાએ દિલ્હીના મુખ્ય કોચ રિકી પોન્ટિગ અંગે કહ્યું કે, તેઓ શિબિરમાં દરેક ખેલાડી પર ધ્યાન આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, હું જેટલો વધુ સમય ડીસી સાથે વિતાવુ છું, તેટલો જ વધુ હું તેમનાથી પ્રભાવિત થઈ રહ્યો છું. જ્યારે ટીમ મુશ્કેલ સમયમાં હોય છે ત્યારે તે બધા ખેલાડીઓનું મનોબળ વધારે છે.