ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સીઝનમાં હૈદરાબાદના  ઝડપી બોલર ઉમરાન મલિકની બોલિંગ સ્પીડની  સૌ કોઇ ચર્ચા કરી રહ્યું છે. ઉમરાન મલિકે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તરખાટ મચાવતા પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે એક ખાસ રેકોર્ડ પણ બન્યો છે. ઉમરાને આ સિઝનમાં 8મી વખત સૌથી ઝડપી બોલ ફેંકવાનો એવોર્ડ જીત્યો હતો. ઉમરાને ગુજરાત સામેની મેચમાં 153.3ની ઝડપે સિઝનનો બીજી સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો.


સહાને 153.3ની ઝડપે ક્લીન બોલ્ડ કર્યો


ઉમરાને આ IPL સિઝનમાં 8મી વખત 150થી વધુની ઝડપે બોલ ફેંક્યો છે. ગુજરાત સામેની મેચમાં તેણે રિદ્ધિમાન સહાને 153.3ની ઝડપે યોર્કર ફેંકતા ક્લીન બોલ્ડ કર્યો હતો. આ રીતે તે આ IPL સિઝનમાં સૌથી ઝડપી બોલિંગ કરનાર ભારતીય બોલર પણ બની ગયો છે. ગુજરાતની ટીમના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને ઉમરાન કરતા પણ ઝડપી બોલિંગ કરી છે. તેણે 153.9ની સ્પીડથી બોલિંગ કરી હતી. ગુજરાત સામે ઉમરાને રિદ્ધિમાન સહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર અને અભિનવ મનોહરને શિકાર બનાવ્યા હતા. ઉમરાને ચાર ઓવરમાં 25 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.


ગુજરાતે હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું


મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 65 અને એડન માર્કરામે 56 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે 5 વિકેટના નુકસાન પર 199 રન બનાવી મેચ જીતી લીધી હતી. હૈદરાબાદ તરફથી રિદ્ધિમાન સહાએ 38 બોલમાં 68 રન બનાવ્યા હતા. રાહુલ તેવટિયા 21 બોલમાં અણનમ 40 અને રાશિદ ખાન 11 બોલમાં અણનમ 31 રન ફટકાર્યા હતા.


 


PM Svanidhi Yojana: સરકારે કરી મોટી જાહેરાત, PM સ્વાનિધિ યોજનાની સમયમર્યાદા વધારી, જાણો કેટલા સમય સુધી મળશે ગેરંટી ફ્રી લોન?


Shani Gochar 2022 : 29 એપ્રિલથી શનિનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ માટે સાબિત થશે શુભ, અઢી વર્ષની પનોતીથી મળશે મુક્તિ


એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી


COVID-19 vaccine: કોરોના રસીના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેના દિવસોનું અંતર ઓછું કરી શકે છે સરકાર, જાણો શું થશે ફેરફાર