IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15ની સિઝનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની રહી છે. ત્યારે ગઇકાલે રમાયેલી ગુજરાત અને બેંગ્લૉર વચ્ચેની મેચમાં એક વિચિત્ર બનાવ જોવા મળ્યો, અહીં મેચમાં આઉટ થયેલા ગુજરાતની ટીમના વિકેટકીપર બેટ્સમેન મેથ્યૂ વેડે ગુસ્સામા આવીને ડ્રેસિંગ રૂમમાં તોડફોડ કરી હતી, આનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ ઘટના પર હવે બીસીસીઆઇએએ મોટી એક્શન લીધી છે.
મેથ્યૂ વેડને પોતાના આ ગંદી હરકત પર બીસીસીઆઇએ કડક ઠપકો આપ્યો છે, બીસીસીઆઇએ આઇપીએલની આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવાને લઇને મેથ્યૂ વેડને જોરદાર ઠપકો આપ્યો છે, અને આવુ ફરીથી ના કરવા કહ્યું છે.
બીસીસીઆઇએ મેથ્યૂ વેડને આઇપીએલની આચાર સંહિતાની કલમ 2.5 અંતર્ગત લેવલ 1ના ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યો છે, જોકે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેને પોતાની ભૂલને સ્વીકારી લીધી છે. વેડે બેંગ્લૉર સામે 13 બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા.
આઉટ થયા બાદ ભડક્યો મેથ્યુ વેડ, ડ્રેસિંગ રૂમમાં જઇ કરી તોડફોડ-
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચના પરિણામની અસર પ્લે ઓફ પર થશે. મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર શુભમન ગિલ એક રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મેથ્યુ વેડે સહા સાથે મળી ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મેક્સવેલનો શિકાર બન્યો હતો. આઉટ થયા બાદ મેથ્યુ વેડ એટલો નારાજ થયો હતો કે તેણે ડ્રેસિંગ રૂમમાં જઇને તોડફોડ કરી હતી.
ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ગ્લેન મેક્સવેલ બોલિંગ કરવા આવ્યો ત્યારે મેથ્યુ વેડ બીજા બોલ પર એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. મેથ્યુ વેડે ગ્લેન મેક્સવેલના લેન્થ બોલ પર સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ સીધો પેડ પર અથડાયો. ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.
મેથ્યુ વેડે અહીં રિવ્યુ લીધો અને થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા પછી પણ તેને આઉટ જાહેર કર્યો. અહીં જ મેથ્યુ વેડ ગુસ્સે થયો હતો. અગાઉ તેણે બોલર ગ્લેન મેક્સવેલ સાથે વાત કરી હતી. બાદમાં પેવેલિયન જતા સમયે તે વિરાટ કોહલી સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
મેથ્યુ વેડ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે ગુસ્સામાં હેલ્મેટ ફેંકી દીધું અને બેટ જમીન સાથે અથડાયુ હતુ. તે બેટથી વસ્તુઓ તોડતો જોવા મળ્યો હતો. મેથ્યુ વેડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.