IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વર્ષે નવી આવેલી ગુજરાતની ટીમે જબરદસ્ત રમત બતાવી છે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી જીટીએ આઇપીએલની 15મી સિઝનમાં દબદબો બનાવી લીધો છે. IPL 2022ના પૉઇન્ટ ટેબલ પર ગુજરાતી ટાઇટન્સ ટૉપ પર પહોંચી ગઇ છે. ગુરુવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને ગુજરાતે આ ટૉપનુ સ્થાન હાંસલ કર્યુ છે. આ પહેલા રાજસ્થાન ટૉપ પર હતુ.  

હવે ગુજરાત ટીમના 5 મેચોમાંથી 4 જીત સાથે કુલ 8 પૉઇન્ટ થઇ ગયા છે, જ્યારે બીજાથી લઇને છઠ્ઠા સ્થાન વાળી ટીમોના ખાતામાં 6-6 પૉઇન્ટ છે. જોકે, પર્પલ અને ઓરેન્જ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓનો કબજો યથાવત છે. RR ના યુજવેન્દ્ર ચહલ 12 વિકેટ સાથે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બની ગયો છે. વળી રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જૉસ બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો છે. 

IPL 2022 પૉઇન્ટ ટેબલ -

ક્રમ ટીમ મેચ જીત હાર નેટ રનરેટ પૉઇન્ટ
1 GT 5 4 1 0.450 8
2 KKR 5 3 2 0.446 6
3 RR 5 3 2 0.389 6
4 PBKS 5 3 2 0.239 6
5 LSG 5 3 2 0.174 6
6 RCB 5 3 2 0.006 6
7 DC 4 2 2 0.476 4
8 SRH 4 2 2 -0.501 4
9 CSK 5 1 4 -0.745 2
10 MI 5 0 5 -1.072 0

જૉસ બટલરની પાસે છે ઓરેન્જ કેપ

ક્રમ બેટ્સમેન મેચ રન 
1 જૉસ બટલર 5 272
2 હાર્દિક પંડ્યા 5 228
3 શિવમ દુબે 5 207

પર્પલ કેપ પર યુજવેન્દ્ર ચહલનો કબજો

ક્રમ બૉલર મેચ વિકેટ
1 યુજવેન્દ્ર ચહલ 5 12
2 ઉમેશ યાદવ 5 10
3 કુલદીપ યાદવ 4 10