IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાત્રે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ આમને સામને આવી હતી. આ મેચમાં કોલકત્તાને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકત્તા ફરી એકવાર મેચમાં ફ્લૉપ ગઇ, અને આનુ સૌથી મોટુ કારણે ફરી એકવાર ટીમની બેટિંગ લાઇનઅપ બની હતી. ખાસ વાત છે કે કેપ્ટન શ્રેયસ અય્યર અને નીતિશ રાણા સિવાય કેકેઆરમાં કોઇપણ ખેલાડી સારી રીતે બેટિંગ ના કરી શક્યા અને ટીમનો મોટો સ્કૉર ન હતો બની શક્યો. પરંતુ ફેન્સ સૌથી નારાજ રસેલની બેટિંગથી થયા હતા.


ખરેખરમાં, આન્દ્રે રસેલ આ મેચમાં વિના કોઇપણ રન બનાવીને આઉટ થઇ ગયો હતો, એટલે કે રસેલ ફરી એકવાર શૂન્ય રને આઉટ થયો હતો. આઉટ થયા બાદ જ્યારે તે પેવેલિયન પરત ફર્યો તો તેને સીધી ડિનર પ્લેટ પોતાના હાથમાં લઇ લીધી. ટીવી કેમેરામા તે ડિનર કરતા દેખાયો હતો. ડિનર કરતા તેની આ તસવીર ફટાફટા સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી, અને આના પર જબરદસ્ત મીમ બનવા લાગ્યા હતા. સોશ્યલ મીડિયા યૂઝર્સને રસેલ પર જોરદાર ગુસ્સો ફૂટ્યો હતો, અને તેને ટ્રૉલ કરવા લાગ્યા હતા. 






ગઇરાત્રે દિલ્હી અને કોલકત્તા વચ્ચેની મેચમાં કેકેઆરે પ્રથમ બેટિંગ કરતા 146 રન જ બનાવી શકી, અને ઓલાઉટ થઇ હતી, મેચમાં શ્રેયસ અય્યરે 42 રન અને નીતિશ રાણા 57 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે ચાર વિકેટથી મેચની જીતી લીધી હતી. આ સાથે જ દિલ્હીને આઠ મેચોમાંથી ચાર જીત અને ચાર હાર મળી હતી. 


 






--


આ પણ વાંચો....... 


Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી


LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો


દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ


અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર


બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ