David Warner Records: દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર પોતાના રંગમાં જોવા મળ્યો અને વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વોર્નર IPLમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
આ રેકોર્ડવાળો પ્રથમ ખેલાડીઃ
ડેવિડ વોર્નરે KKR સામે 26 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, તે પોતાની અડધી સદી બનાવી શક્યો ન હતો અને ઉમેશ યાદવના બોલ પર સુનીલ નારાયણના હાથે કેચ આઉટ થયો હતો. જોકે, પોતાની આ 42 રનની ઇનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે IPLમાં બે અલગ-અલગ ટીમો સામે રમતાં 1000થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વોર્નરે પંજાબ સામે 22 ઇનિંગ્સમાં રમીને 1005 રન બનાવ્યા છે. આ સિવાય તેણે KKR સામે 26 મેચમાં 1008 રન બનાવ્યા છે. વોર્નર IPLમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
આ સિઝનમાં અદ્ભૂત પ્રદર્શનઃ
જો આ સિઝનમાં ડેવિડ વોર્નરના પ્રદર્શનની વાત કરીએ તો તેનું અત્યાર સુધીનું પ્રદર્શન ખુબ સારું રહ્યું છે. આ સિઝનમાં અત્યાર સુધી તે માત્ર 5 મેચ રમ્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી 219 રન થયા છે. તેની એવરેજ 54.75 છે. જ્યારે તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 157.53 રહ્યો છે.