IPL 2022: દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2022ની 41મી મેચમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. કુલદીપે 3 ઓવરમાં માત્ર 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ કુલદીપની આઈપીએલ કારકિર્દીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સાથે કુલદીપ યાદવે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ  પણ તોડ્યો હતો. આ પહેલાં કુલદીપે IPL 2018માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. આ દરમિયાન કુલદીપે કેપ્ટન શ્રેયસ અય્યર, બાબા ઈન્દ્રજીત, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલની વિકેટ લીધી હતી. આ ચારેય વિકેટ દિલ્હી માટે મહત્વની હતી. કુલદીપે 3 ઓવરમાં માત્ર 14 રન આપ્યા અને 4 વિકેટ લીધી. આ સાથે તેણે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડ્યો. આ પહેલા કુલદીપે IPL 2018માં રાજસ્થાન સામે 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.


નોંધનીય છે કે, કુલદીપની આઈપીએલ કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. તેણે 53 મેચમાં 57 વિકેટ લીધી છે. આ દરમિયાન કુલદીપે 3 વખત ચાર કે તેથી વધુ વિકેટ લીધી છે. કુલદીપ અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ હતો. IPLની આ સિઝનના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 8 મેચમાં 17 વિકેટ ઝડપી છે.


આઈપીએલમાં કુલદીપનું શ્રેષ્ઠ પ્રદર્શનઃ
4/14 DC vs KKR 2022
4/20 KKR vs RR 2018
4/35 DC vs KKR 2022


આ પણ વાંચોઃ


DC vs KKR: દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી મેચ જીતી લીધી, પોવેલે 16 બોલમાં 33 રન બનાવી વિનિંગ ઈનિંગ રમી


"ગગન"નો ઉપયોગ કરીને પ્લેનનું સફળ લેન્ડિંગ કરનાર ભારત એશિયાનો પહેલો દેશ બન્યો, જાણો ગગનની વિશેષતા