મુંબઇઃ ‘બેબી ડિવિલિયર્સ’ના નામે જાણીતા ડેવાલ્ડ બ્રેવિસે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં તરખાટ મચાવ્યો હતો.પંજાબ કિંગ્સે મુંબઇને જીતવા માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઇની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ બાદમાં ડેવાલ્ડ બ્રેવિસ ક્રિઝ પર આવતા તેમણે આક્રમક બેટિંગ કરી હતી. બ્રેવિસે એક જ ઓવરમાં 29 રન બનાવ્યા હતા.


મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગની 9મી ઓવરમાં જ્યારે પંજાબનો રાહુલ ચહર બોલિંગ  કરવા આવ્યો ત્યારે બ્રેવિસે સતત પાંચ  બોલ પર બાઉન્ડ્રી ફટકારી સૌને ચોંકાવી દીધા હતા. જેમાં પ્રથમ ચોગ્ગો અને  બાકીની ચાર સિક્સ ફટકારી હતી. રાહુલ ચહરની આ ઓવરમાં બ્રેવિસે 29 રન ફટકાર્યા હતા.


બ્રેવિસે પંજાબ સામે 25 બોલમાં 49 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં ડેવાલ્ડે ચાર ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. જોકે, તે પોતાની પ્રથમ આઇપીએલ ફિફ્ટી પુરી કરવાથી ચૂકી ગયો હતો.
નોંધનીય છે કે ફક્ત 18 વર્ષના ડેવાલ્ડ બ્રેવિસને મુંબઇ ઇન્ડિયન્સે ત્રણ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.


 


કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, પારો 44 ડિગ્રીએ પહોંચવાની કરવામાં આવી આગાહી


EPFOએ આપ્યા સારા સમાચાર! હવે ઘરે બેઠા થશે આ મહત્વપૂર્ણ કામ, કરોડો ખાતાધારકોને મળશે ફાયદો


COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન


અમદાવાદની સ્કૂલમાં ફરી થઈ કોરોનાની એન્ટ્રી, ધોરણ 2ના વિદ્યાર્થીને લાગ્યો ચેપ