IPL 2022: આઇપીએલની 15મી સિઝનમાં આજે સાંજે રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર મંયક અગ્રવાલની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સ સામે થશે. બન્ને ટીમો આમ તો શાનદાર અને દમદાર ખેલાડીઓથી ભરેલી છે, પરંતુ આ સિઝનમાં મુંબઇની શરૂઆત એકદમ ખરાબ રહી છે. જ્યારે પંજાબની શરૂઆત સારી રહી હતી. 


એકબાજુ મુબંઇ ઇન્ડિયન્સ છે, તો બીજી બાજુ પંજાબ કિંગ્સ છે. આઇપીએલ 2022ની 23મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટકરાશે. મુંબઇ છેલ્લે બેંગ્લૉર સામે હારી ગઇ હતી, ટીમ અત્યાર સુધી ચારેય મેચ હારી ચૂકી છે, અને પૉઇન્ટ ટેબલમાં નવમા નંબર પર છે. બીજીબાજુ પંજાબને પણ છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર મળી હતી. પંજાબ અત્યાર સુધી ચાર મેચોમાંથી બે જીત સાથે પૉઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે.  


મુંબઇ ટીમમાં કરશે બે ફેરફારો -
આજની મેચ માટે રોહિત શર્માએ મુંબઇ ઇન્ડિયન્સની યોગ્ય પ્લેઇંગ ઇલેવન સેટ કરવાની જરૂર છે. મુંબઇની બેટિંગ ઠીક ચાલી રહી છે, પરંતુ બૉલિંગ એકદમ નબળી કક્ષાની સાબિત થઇ રહી છે. જસપ્રીત બુમરાહની સાથે બાસિલ થમ્પી બરાબર સેટ નથી થઇ રહ્યો, જેથી આજે તેનુ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર જવુ લગભગ નક્કી છે. થમ્પીની જગ્યાએ રોહિત શર્મા ફરી એકવાર ટાયમલ મિલ્સને મોકો આપી શકે છે. બીજીબાજુ રમનદીપ સિંહને પણ મોકો મળી ચૂક્યો છે, પરંતુ તે પણ પ્રભાવિત ના કરી શક્યો, આજે તેની જગ્યાએ ફેબિયન એલન આવી શકે છે. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન -


મુંબઇ ઇન્ડિયન્સ -
ઇશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કીરોન પૉલર્ડ, ફેબિયન એલન, મુરુગન અશ્વિન, જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ, ટાયમલ મિલ્સ.


પંજાબ કિંગ્સ - 
મયંગ અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જૉની બેયરસ્ટો (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટૉન, જિતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, કગિસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, વૈભવ અરોડા. 


આઇપીએલમાં ટક્કર - હેડ ટૂ હેડ આંકડા -
મુંબઇ અને પંજાબની ટીમો આઇપીએલમાં અત્યાર સુધી 27 મેચોમાં આમને સામને થઇ છે. આમાં 27 મેચોમાંથી મુંબઇ ઇન્ડિયન્સે 14 મેચો જીતી છે, જ્યારે પંજાબની ટીમ 13 મેચોમાં જ જીત હાંસલ કરી ચૂકી છે. આજની મેચમાં બન્ને ટીમોમાં ફેરફાર કરાશે, એટલે કહેવુ મુશ્કેલ છે કે કઇ ટીમ આજે જીતશે, પરંતુ આ સિઝનમાં જોઇએ તો પંજાબની ટીમ મુંબઇ કરતા સારી દેખાઇ રહી છે. 


ટૉસ મુખ્ય ભૂમિકામા રહેશે - 
પુણેના MCA સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 3 ટી20 મેચો જ રમાઇ છે, પરંતુ આઇપીએલની ઘણીબધી મેચો રમાઇ છે. અહીં ટૉસ જીતનારી ટીમ પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કરશે.  


અહીંથી જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ - 
મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. 


જો તમે મુંબઇ અને પંજાબ વચ્ચેની મેચને જોવા માંગતા હોય તો તમે આનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકો છો, એટલે કે મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.  


ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.