IPL 2022: આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ સામ સામે ટકરાવા માટે સજ્જ છે. આ સીઝનની 13મી મેચ હશે અને તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બેંગલોરે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 મેચ રમી છે જેમાંથી એક મેચ જીતી છે અને એક મેચમાં હાર મળી છે. જ્યારે રાજસ્થાનની ટીમે અત્યાર સુધી રમેલી 2 મેચો રમી છે અને બંનેમાં શાનદાર જીત મેળવી છે. આ સીઝનમાં આ બંને ટીમો ઘણી મજબૂત હોય તેવું લાગી રહ્યું છે. અને આજનો મુકાબલો ઘણો રોમાંચક રહેવાનું અનુમાન છે.


બંને ટીમોના ગત મેચના આંકડાઃ
અત્યાર સુધી રાજસ્થાન અને બેંગલોર વચ્ચે આઈપીએલમાં કુલ 24 મેચો રમાઈ છે. આ 24 મેચોમાંથી 12 મેચોમાં RCBની જીત થઈ છે જ્યારે 10 મેચોમાં રાજસ્થાનની ટીમ જીતી હતી. 2 મેચોમાં કોઈ પરીણામ નહોતું આવ્યું. આમ જોઈએ તો આરસીબીનું પલ્લું ભારે લાગી રહ્યું છે. પરંતુ આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ તોફાની અંદાજમાં આગળ વધી રહી છે અને બંનો મેચો જીતી લીધી છે. જેથી રાજસ્થાનને માત આપવી આરસીબી માટે મુશ્કેલ પડકાર ગણી શકાય.


રાજસ્થાનની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, નવદીપ સૈની, ટ્રેંટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ ક્રિષ્ના.


બેંગલોરની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
ફાફ ડૂ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, શેરફેન રદરફોર્ડ, શાહબાજ, અહમદ, વિનિંદુ હસારંગા, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.


અત્યાર સુધી હાર્દિક સાથે એક જ ટીમમાં રમેલા કૃણાલ પંડ્યાએ ભાઈને યાદ કરવા વિશે શું કહ્યું


કૃણાલ પંડ્યાએ ગઈકાલે સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ જીત્યા બાદ કહ્યું કે, 'જ્યારે તમે જીતો છો અને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપો છો ત્યારે ખૂબ જ સારું લાગે છે. હું નવી ફ્રેન્ચાઈઝીને પ્રેમ કરું છું. મેં મુંબઈ ઈન્ડિયન્સ સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કર્યું. મુંબઈ સાથેની કેટલીક સારી યાદો હતી. મને એવું જ લાગે છે કે આ મારી આઈપીએલની પ્રથમ સિઝન છે. આવો જ ઉત્સાહ દરેક મેચ પહેલા અથવા દરેક પ્રેક્ટિસ સેશનમાં રહેતો હોય છે.


કૃણાલે વધુમાં કહ્યું કે, 'હાર્દિક પંડ્યાની ગેરહાજરી બિલકુલ અનુભવાતી નથી. અમે જે બ્રાંડ માટે ક્રિકેટ રમી રહ્યા છીએ તે જોઈને આનંદ થાય છે અને અમારો આત્મવિશ્વાસ સારો હોય છે. અમે એક ટીમ તરીકે કેવી રીતે વધુ સારું પ્રદર્શન થઈ શકે તેના પર હંમેશા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જો આપણે એ રસ્તા પર ચાલીશું તો ભવિષ્યમાં પણ સારા પરિણામો મળશે. મેં બાઉન્સ અને ટર્ન મેળવવા માટે મારા એક્શન પર પ્રેક્ટિસ કરી છે અને તેને ચાલુ રાખવા માંગુ છું.