IPL 2022: દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આઈપીએલ 2022માં આજે યોજાનારી મેચને લઈને આશંકાઓ વધી ગઈ છે. દિલ્હીનો ટિમ સીફર્ટ પોઝિટિવ જોવા મળનાર બીજો ખેલાડી છે. આ પહેલા મિશેલ માર્શ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય 4 સપોર્ટ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બોર્ડ વતી તમામ ખેલાડીઓને રૂમની બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે. જો પોઝિટિવ કેસ વધુ વધે તો આ મેચ પણ મુલતવી રાખવામાં આવી શકે છે. મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. પહેલા દિલ્હી અને પંજાબની મેચ પૂણેમાં યોજાવાની હતી. પરંતુ કોવિડને કારણે તેને મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી


ઇન્ડિયન પ્રીમિયર લીગની લગભગ અડધી મેચો પુરી થઇ ગઇ છે, અને હવે ટીમો પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરતી દેખાઇ રહી છે. લીગ સ્ટેજમાં કુલ 70 મેચો રમાવવાની છે, અને દરેક ટીમોને 14 મેચો રમવાની છે. સામાન્ય રીતે 16 કે તેનાથી વધુ પૉઇન્ટ પ્રાપ્ત કરનારી ટીમો પ્લેઓફમાં જગ્યા બનાવી લે છે. જો ટીમોના પૉઇન્ટ બરાબર થયા છે તો રન રેટના આધાર પર પ્લેઓફનો ફેંસલો થાય છે. આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કઇ ટીમો માટે પ્લેઓફની રેસ એકદમ આસાન છે, તો કઇ ટીમોની આશા સૌથી ઓછી છે. 


આ ટીમોનુ પ્લેઓફમાં પહોંચવુ લગભગ નક્કી -
હાલના સમયની વાત કરીએ તો હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સ 10 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં નંબર વન પર છે. ખાસ વાત છે કે આ ટીમે અત્યાર સુધી 5 મેચો જીતી છે અને માત્ર એકમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ આરસીબી માટે સારી ખબર છે, આરસીબીએ 7 મેચોમાથી 5 મેચોમાં જીત મેળવી છે, અને 10 પૉઇન્ટ છે. પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જો ટીમ ચાર મેચ જીતી લેછે તો પ્લેઓફમાં પહોંચી જશે. હાલની સ્થિતિને જોઇએ તો ગુજરાત અને બેંગ્લૉરની ટીમો લગભગ પ્લેઓફ માટે નક્કી છે. 


 આ ટીમો પણ છે રેસમાં -
હાલની સ્થિતિ પ્રમાણે આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ 8-8 પૉઇન્ટ સાથે પ્લેઓફની રેસમાં બનેલા છે. કોલક્તા અને પંજાબની ટીમો પણ 6-6 પૉઇન્ટ સાથે મેદાનમાં છે. જ્યારે દિલ્હી કેપિટલ્સને હજુ સુધી 4 પૉઇન્ટ જ છે, અને 9 મેચો હજુ રમવાની છે, એટલે દિલ્હી પાસે પણ હજુ મોકો છે. 


આ ટીમો માટે છે કઠીન રસ્તો -
આઇપીએલની 15મી સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિન્સ આ બે ટીમો એવી છે, તેમના માટે હાલની સ્થિતિ એકદમ કપળી છે. બન્ને ટીમો આગળની મેચો જીતશે તો પણ અન્ય ટીમો અને ખુદની રનરેટ પર વધુ આધાર રાખવો પડશે.