IPL 2022 PBKS vs SRH: હૈદરાબાદે 7 વિકેટે જીત મેળવી, નિકોલસ પૂરન અને માર્કરમે વિનીંગ ઈનિંગ રમી

ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે

gujarati.abplive.com Last Updated: 17 Apr 2022 07:17 PM
સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટે જીત મેળવી

સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટે જીત મેળવી, નિકોલસ પૂરને 35 રન અને માર્કરમે 41 રનની વિનીંગ ઈનિંગ રમી હતી. 

હૈદરાબાદ જીત તરફઃ 11 બોલમાં 12 રનની જરુર

નિકોલસ પૂરન અને માર્કરમે શાનદાર ઈનિંગ રમીને ટીમને જીત તરફ લઈ ગયા છે. હાલ ટીમનો સ્કોર 140 રન પર પહોંચ્યો છે અને 11 બોલમાં 12 રનની જરુર છે.

સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો. હાલ નિકોલસ પૂરન અને માર્કરમે હાલ ટીમની બાજી સંભાળી છે. હૈદરાબાદનો સ્કોર - 15 ઓવરના અંતે 111 રન પર પહોચ્યો છે. 

હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવી, 52 બોલમાં 68 રનની જરુર, સ્કોર - 84 રન

હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવી. કેન વિલિયમ્સન (3 કન), રાહુલ ત્રિપાઠી (34 રન), અભિષેક શર્મા (31 રન) આઉટ થયા છે. હાલ એડન માર્કરમ અને નિકોલસ પુરન રમતમાં છે. હૈદરાબાદને 52 બોલમાં 68 રનની જરુર

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સન 3 રન બનાવી આઉટ

પંજાબ કિંગ્સને શરુઆતમાં મોટી સફળતા મળી હતી. રબાડાના બોલ પર સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સન માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. હાલ અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી રમતમાં. સ્કોર 23 રન.

20મી ઓવરમાં ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી. પંજાબનો સ્કોર 151 રન પર ઓલ આઉટ

20મી ઓવરમાં ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી. પંજાબનો સ્કોર 151 રન પર ઓલ આઉટ. હૈદરાબાદને જીત માટે 152 રનનો ટાર્ગેટ.

ઉમરાન મલીકનો તરખાટ યથાવત, ઓડન સ્મિથને 13 રન પર આઉટ કર્યો.

ઉમરાન મલીકનો તરખાટ યથાવત, ઓડન સ્મિથને 13 રન પર આઉટ કર્યો. પંજાબનો સ્કોર 151 પર 7 વિકેટ

લિવિંગસ્ટોન 60 રન બનાવીને આઉટ, સ્કોર 151 પર 6 વિકેટ

સનરાઈઝર્સ હૈદરાબાદને મોટી સફળતા મળી. લિવિંગસ્ટોન 60 રન બનાવીને આઉટ થયો. વિલિયમ્સને લિવિંગસ્ટોનનો શાનદાર કેચ પકડીને આઉટ કર્યો. હાલ પંજાબનો સ્કોર 19 ઓવર પર 151 રન.

શાહરુખ ખાન 28 બોલમાં 26 રન બનાવીને આઉટ

શાહરુખ ખાન 28 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. હાલ પંજાબનો સ્કોર 134 રન.

લિવિંગસ્ટોને ચોક્કો ફટકારી 50 રન પુર્ણ કર્યા

લિવિંગસ્ટોને ચોક્કો ફટકારીને પોતાની ફિફ્ટી પુર્ણ કરી. લિવિંગસ્ટોને 26 બોલમાં 4 ચોક્કા અને 4 છક્કા સાથે 50 રન પુર્ણ કરી લીધા છે.

લિવિંગસ્ટોન અને શાહરુખે 54 રનની પાર્ટનરશીપ પૂર્ણ કરી

લિવિંગસ્ટોન અને શાહરુખે 54 રનની પાર્ટનરશીપ પૂર્ણ કરી. હાલ પંજાબ કિંગ્સનો સ્કોર 14.2 ઓવર પર 116 રન

પંજાબનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો, 106 રન પર 4 વિકેટ

લિવિંગસ્ટોન અને શાહરુખ ખાને પંજાબની બાજી સંભાળી છે. 13 ઓવર સુધીમાં પંજાબનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. લિવિંગસ્ટોન 44 અને શાહરુખ ખાન 17 રન સાથે રમતમાં છે.

પંજાબ કિંગ્સની ચોથી વિકેટ પડી, જીતેશ શર્મા 11 રન બનાવી આઉટ

જીતેશ શર્મા 11 રન બનાવી આઉટ થયો. ઉમરાન મલિકે બોલિંગ કરીને કેચ આઉટ કર્યો. 8.4 ઓવર પર પંજાબનો સ્કોર 62 રન.

પંજાબ કિંગ્સનો સ્કોર 61 રન પર ત્રણ વિકેટ

હાલ જીતેશ શર્મા અને લિવિંગસ્ટોન રમતમાં છે. પંજાબ કિંગ્સનો સ્કોર 61 રન પર ત્રણ વિકેટ

સાતમી ઓવરમાં પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ પડી

સાતમી ઓવરમાં પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ પણ પડી ગઈ. જોની બેયરસ્ટ્રો માત્ર 12 રન બનાવી પવેલીયન ભેગો થયો.

પાંચમી ઓવરમાં પ્રાભસિમરનસિંહ આઉટ

પાંચમી ઓવરમાં પ્રાભસિમરનસિંહ આઉટ થયો. નટરાજનના બોલ ઉપર પ્રાભસિમરન 14 રન બનાવી આઉટ થયો.

ત્રીજી ઓવરમાં શિખર ધવન 8 રન બનાવી આઉટ

ત્રીજી ઓવરમાં શિખર ધવન 8 રન બનાવી આઉટ થયો, ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો

આજે પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે શિખર ધવન

આજે પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે શિખર ધવન રમી રહ્યો છે. મયંક અગ્રવાલ આરામ પર.

બ્રેકગ્રાઉન્ડ

ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંન્ને ટીમો પોતાની ચોથી જીત મેળવવાનો પ્રયાસ કરશે.  અત્યાર સુધી બંન્ને ટીમોનું પ્રદર્શન સીઝનમાં સારુ રહ્યુ છે જેથી મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે.


પિચની સ્થિતિ


આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. અહીં ઝડપી બોલરોને શરૂઆતમાં હળવો બાઉન્સ મળે છે. પહેલા બેટિંગ કરનાર ટીમ ઓછામાં ઓછા 170 રનનો સ્કોર બનાવે છે. જોકે, આ પીચ પર બોલર અને બેટ્સમેન બંનેને મદદ મળે છે. આવી સ્થિતિમાં મેચમાં ટક્કર થવાની આશા છે.


હૈદરાબાદ પાસે જીતવાની તક છે


હૈદરાબાદે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે. આ સિવાય ટીમે ફરી એકવાર પોતાની લય હાંસલ કરી છે. આવી સ્થિતિમાં પંજાબ માટે તેમને રોકવું મુશ્કેલ બનશે કારણ કે પંજાબ સતત પ્રદર્શન કરી શક્યું નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.