Covid Struck in IPL: દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ગઇકાલની મેચ છેલ્લી ઓવરના નાટક સાથે પુરી થઇ ગઇ, પરંતુ ખાસ વાત છે કે આટલી લાંબી બબાલ થવા છતાં પણ કૉચ પોન્ટિંગ ક્યાંય દેખાયો નહીં. કેપ્ટન ઋષભ પંતે નૉ બૉલ પર એમ્પાયરના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા અને પોતાનો બેટ્સમેનોને મેદાનમાંથી પાછા ડગઆઉટમાં આવી જવા ઇશારો કર્યો તે સમયે શેન વૉટસન પંતને સમજાવવા માટે આવ્યો હતો. પરંતુ મુખ્ય કૉચ રિકી પોન્ટિંગ ક્યાં દેખાયો ન હતો. જાણો શું છે તેની પાછળનુ કારણ.....


તાજેતરમાં આઇપીએલમાં અને તેમાં પણ ખાસ કરીને દિલ્હીની ટીમમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. કૉચ પોન્ટિંગના પરિવારનો એક સભ્ય હાલમાં કોરોના પૉઝિટીવ નીકળ્યો છે, આ કારણે પોન્ટિંગ પહેલાથી જ નક્કી કરી લીધુ હતુ કે તે રાજસ્થાન સામેની મેચ દરમિયાન વાનખેડેના મેદાન પર હાજર નહીં રહે. પોન્ટિગનો બેવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, અને બાદમાં મેનેજમેન્ટ અને મેડિકલ ટીમે નક્કી કર્યુ હતુ કે તે પાંચ દિવસ માટે આઇસૉલેશનમાં રહેશે. પોન્ટિંગ મેદાન પર ના હોવાથી નૉ બૉલની બબાલમાં પંતની સાથે આવ્યો ન હતો. 






મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં વિવાદ થયો હતો, રાજસ્થાનના મેકૉયની છેલ્લી ઓવરમાં દિલ્હીના બેટર પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ ઓન રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું. હવે આ બોલમાં સિક્સ તો ગઈ પરંતુ અમ્પાયરે નો બોલ ન આપતા પંત ગુસ્સે થઈ ગયો હતો. પંતના ગુસ્સાને શાંત કરવા માટે શેન વૉટસન આવ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે દિલ્હીની આ સિઝનમાં ખરાબ શરૂઆત રહી છે, આ સિઝનમાં દિલ્હીએ કુલ 7 મેચો રમી છે જેમાંથી 4માં હાર અને 3માં જીત મળી છે. 


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક