ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 હાલમાં ભારતમાં 12 અલગ-અલગ સ્થળોએ રમાઇ રહી છે. અત્યાર સુધીમાં (21 એપ્રિલ) તમામ 10 ટીમો વચ્ચે 29 મેચ રમાઈ છે. પરંતુ આ દરમિયાન ખેલાડીઓની સુરક્ષામાં ખામીનો કેસ સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે.


વાસ્તવમાં જે હોટલમાં IPL રમી રહેલી ટીમ રોકાઈ હતી. ત્રણ હિસ્ટ્રીશીટરોએ પણ આ જ હોટલમાં રૂમ બુક કરાવ્યા હતા. ત્રણેય ત્યાં આરામથી રહેતા હતા. પરંતુ પોલીસે તત્પરતા દાખવતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.


ત્રણેય વિરુદ્ધ ફાયરિંગ સહિત અનેક કેસ નોંધાયેલા છે.


ચંદીગઢની આઈટી પાર્ક પોલીસે આ કાર્યવાહી કરી છે. મોટી વાત એ છે કે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની સામે ફાયરિંગ અને અન્ય કેસ નોંધાયેલા છે. એટલે કે આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ત્રણેય ગુનેગારો કેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.  આઈપીએલ ટીમની હોટલમાંથી ત્રણેયની ધરપકડ ખૂબ જ ગંભીર બાબત છે.


તે હોટલમાં કોહલી સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓ રોકાયા હતા.


નોંધનીય છે કે  ગુરુવારે (20 એપ્રિલ) પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મોહાલીમાં મેચ રમાઈ હતી. આ મેચમાં RCBનો 24 રને વિજય થયો હતો. મેચ માટે આરસીબીના વિરાટ કોહલી સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓ આઈટી પાર્ક સ્થિત એક પ્રખ્યાત હોટલમાં રોકાયા હતા.


પરંતુ ત્યારે જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે પોલીસ અધિકારીઓને ખબર પડી કે હિસ્ટ્રીશીટર ગુનેગારો પણ રૂમ બુક કરાવીને આ હોટલમાં રોકાયા છે. જો કે, એસએચઓ આઈટી પાર્ક રોહતાશ યાદવની તત્પરતાને કારણે લગભગ 10:30 વાગ્યાની આસપાસ, હિસ્ટ્રીશીટોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જીરકપુરના રોયલ સ્ટેટના રહેવાસી રોહિત, ચંડીગઢના બાપુધામ કોલોનીના રહેવાસી મોહિત ભારદ્વાજ, ઝજ્જરના જિલ્લાના બહાદુરગઢના રહેવાસી નવીનના રૂપમાં થઇ છે.


કોહલી અને ટીમ પાંચમા માળે રોકાયા હતા


સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને આશંકા હતી કે અટકાયત કરાયેલા યુવકો પાસે ગેરકાયદેસર હથિયારો હોઈ શકે છે. તેમના જૂના ગુનાહિત રેકોર્ડને ધ્યાનમાં રાખીને પોલીસને આ આશંકા હતી. જેના કારણે પોલીસે મોડી રાત્રે આરોપીઓના રૂમ સહિત સમગ્ર હોટલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીની સાથે  તેમની કારની તપાસ બાદ તેને જપ્ત કરી લીધી છે. જોકે, આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને તેના રૂમ અને હોટલમાંથી શું ખાસ મળી આવ્યું હતું, આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓએ મૌન સેવી લીધું છે.


પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે તેના તાર આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથે જોડાયેલા છે કે કેમ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હોટલના ચોથા અને પાંચમા માળે ક્રિકેટ ટીમ રોકાઈ હતી. પાંચમા માળે વિરાટ કોહલી અને ટીમના અન્ય ખેલાડીઓના રૂમ હતા. પોલીસે આરોપીની હોટલના ત્રીજા માળે બુક કરાયેલ રૂમમાંથી ધરપકડ કરી હતી.


એક દિવસ માટે રૂમ બુક કરાવ્યો હતો


આરોપીઓ બપોરે 1:30 વાગ્યે હોટલ પર પહોંચી ગયા હતા. બુકિંગ 1 દિવસ માટે કરવામાં આવ્યું હતું. શુક્રવારે ક્રિકેટ ટીમની વિદાયની સાથે જ આરોપીઓએ પણ હોટલના રૂમમાંથી બહાર નીકળવું પડ્યું હતું. પકડાયેલા ત્રણેય આરોપીઓ પહેલાથી જ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.