IPL 2023, RR vs LSG Live Telecast: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે (19 એપ્રિલ) રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમો આમને સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરમાં રમાશે, જે રાજસ્થાન રૉયલ્સનું હૉમ ગ્રાઉન્ડ પણ છે. જયપુરમાં 16મી સિઝનની આ પ્રથમ મેચ હશે. આ મેચમાં લખનઉની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે. છેલ્લી મેચમાં તેને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, વિજયની હેટ્રિક લગાવનાર રાજસ્થાનની ટીમ આ મેચમાં પણ લખનઉને માત આપવા માટે પ્રયાસ કરશે. જાણો રાજસ્થાન અને લખનઉ વચ્ચેની આજની મેચ તમે ક્યાંથી ને કેટલા વાગ્યાથી જોઇ શકાશો લાઇવ?
ટૉપ પર છે રાજસ્થાનની ટીમ
આઈપીએલ 2023ના પૉઇન્ટ ટેબલ પર એક નજર કરીએ તો, હાલમાં સંજૂ સેમસનના નેતૃત્વ વાળી રાજસ્થાન રૉયલ્સની ટીમ નંબર વનની પૉઝિશન પર યથાવત છે. આ લીગની 16મી સિઝનમાં સંજૂ સેમસનની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2023માં રાજસ્થાન રૉયલ્સે 5 મેચ રમી છે, જેમાંથી 4માં જીત અને એકમાં હાર થઈ છે. આ સાથે જ 8 પૉઈન્ટ સાથે ટીમ નંબર વન બની છે. બીજીબાજુ લખનઉની ટીમ પૉઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. IPL 2023માં લખનઉએ 5 મેચ રમી છે જેમાં 3 જીતી છે અને 2 હારી છે. લખનઉની ટીમ 6 પૉઈન્ટ સાથે બીજા સ્થાન પર છે.
ક્યારેય રમાશે રાજસ્થાન રૉયલ્સ-લખનઉ સુપર જાયન્ટ્સની વચ્ચે મેચ ?
રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની વચ્ચે મેચ આજે એટલે કે 19 એપ્રિલે રમાશે.
ક્યાં રમાશે રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ ?
રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની વચ્ચે મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમયાનુસાર કેટલા વાગ્યાથી શરૂ થશે રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ ?
રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની વચ્ચે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે.
કઇ ચેનલ પરથી જોઇ શકાશે રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચનુ લાઇવ પ્રસારણ ?
રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર જોઇ શકાશે. જેનું પ્રસારણ કેટલીય ભાષાઓમાં થશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે જિઓ સિનેમા એપનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર ફ્રીમાં મેચનો આનંદ લઇ શકે છે.