IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પૉઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ ટૉપ પર છે. ગુજરાતની ટીમે 6 આઇપીએલ મેચોમાથી 5માં જીત મેળવી છે, અને 10 પૉઇન્ટ સાથે નંબર વન પર છે. ગુજરાતની સાથે RCBના પણ 5 જીત સાથે 10 પૉઇન્ટ છે. પરંતુ રનરેટના મામલે ગુજરાતની ટીમ આગળ છે, એટલે તે ટૉપ પર છે. આ પછી ત્રીજાથી લઇને પાંચમા નંબરની ટીમો (RR, LSG અને SRH)ની 4-4 જીતો સાથે 8-8 પૉઇન્ટ છે. 

પર્પલ અને ઓરેન્જ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓએ કબજો બરકરાર રાખ્યો છે. RRના યુજવેન્દ્ર ચહલ 17 વિકેટની સાથે આ સિઝનમાં સૌથી વધુ વિકેટો લેનારો બૉલર બની ગયો છે. વળી રાજસ્થાન રૉયલ્સનો ઓપનર બેટ્સમેન જૉસ બટલર આ સિઝન સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સૌથી ટૉપ પર યથાવત છે. 

IPL 2022 પૉઇન્ટ ટેબલની સ્થિતિ :

ક્રમટીમ મેચ રમીજીતહારનેટ રનરેટપૉઇન્ટ્સ
1GT6510.39510
2RCB7520.25110
3RR6420.3808
4LSG7430.1248
5SRH642-0.0778
6DC6330.9426
7KKR7340.1606
8PBKS734-0.5626
9CSK615-0.6382
10MI606-1.0480

જૉસ બટલરની પાસે છે ઓરેન્જ કેપ -

 

 

ક્રમબેટ્સમેન મેચરન 
1જૉસ બટલર 6375
2કેએલ રાહુલ7265
3ફાક ડૂ પ્લેસીસ7250

પર્પલ કેપ પર છે યુજવેન્દ્ર ચહલનો કબજો 

ક્રમબૉલરમેચવિકેટ
1યુજવેન્દ્ર ચહલ617
2કુલદીપ યાદવ613
3ટી નટરાજન612