SRH vs KKR IPL 2022 : સનરાઈઝર્સ હૈદરાબાદની 7 વિકેટથી શાનદાર જીત, રાહુલ ત્રિપાઠીના 71 રન

આઇપીએલમાં આજે કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  બેબ્રૉન સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી બન્ને ટીમો મેદાનમાં ઉતરશે.

gujarati.abplive.com Last Updated: 15 Apr 2022 11:20 PM
હૈદરાબાદે 7 વિકેટથી શાનદાર જીત મેળવી

આઈપીએલમાં હૈદરાબાદનો સામનો કોલકાતા સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદે માર્કરમ અને રાહુલ ત્રિપાઠીની ઇનિંગ્સના આધારે સિઝનની ત્રીજી જીત નોંધાવી છે. આ બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી છે. હૈદરાબાદે 7 વિકેટથી શાનદાર જીત મેળવી છે.  

રાહુલ ત્રિપાઠી 71 રન બનાવી આઉટ

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સ્કોર 15.3 ઓવરમાં 146 રન થયો છે. રાહુલ ત્રિપાઠી આક્રમક ઈનિંગ રમી 71 રન બનાવી આઉટ થયો છે.  

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સ્કોર 100 રનને પાર

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સ્કોર 100 રનને પાર થયો છે. રાહુલ ત્રિપાઠીએ શાનદાર ઈનિંગ રમતા 21 બોલમાં 50 રન ફટકાર્યા છે. હૈદરાબાદનો સ્કોર 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 105 રન થયો છે. 

હૈદરાબાદની ટીમને બીજો મોટો ઝટકો

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે.  વિલિયમસન 17 રન બનાવી આઉટ થયો છે. હૈદરાબાદે  5.3  ઓવરમાં 2 વિકેટ ગુમાવીને  39  રન બનાવી લીધા છે. 

રાહુલ ત્રિપાઠી 11 રને રમતમાં

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે લક્ષ્યાંકનો પીછો કરતા 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 27 રન બનાવી લીધા છે. વિલિયમસન 7 રન બનાવી અને રાહુલ ત્રિપાઠી 11 રન બનાવી રમતમાં છે. 

હૈદરાબાદને જીત માટે 176 રનનો લક્ષ્યાંક

કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર ઈનિંગ રમતા હૈદરાબાદને જીત માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કોલકાતા તરફથી નીતીશ રાણા અને આંદ્રે રસેલે શાનદાર ઈનિંગ રમી હતી. નીતીશ રાણાએ 54 રન બનાવ્યા હતા, જ્યારે રસેલે નોટઆઉટ 49 રન બનાવ્યા હતા. 

નીતીશ રાણા 54 રન બનાવી આઉટ

નીતીશ રાણા 54 રન બનાવી આઉટ થયો છે. કોલકાતાનો સ્કોર 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 157 રન બનાવી લીધા છે.  

રાણાએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી

નીતીશ રાણાએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. કોલકાતાનો સ્કોર 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 122 રન બનાવી લીધા છે. નીતીશ રાણા અને રસેલ હાલમાં રમતમાં છે. 

કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 100 રનનો પાર

કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 100 રનનો પાર થયો છે. નીતીશ રાણા હાલમાં 43 રને રમતમાં છે.  કોલકાતાનો સ્કોર 13 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 103 રન થયો છે. સેલ્ડોન જેક્શન 7 રન બનાવીને આઉટ થયો છે.  

શ્રેયસ અય્યર 22 રન બનાવી હાલમાં રમતમાં

કોલકાતા નાઈટ રાઈડર્સે 8 ઓવરમાં 3  વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા છે. કોલકાતાની ટીમની શરુઆત નબળી રહી હતી. શ્રેયસ અય્યર 22 રન બનાવી હાલમાં રમતમાં છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની શરુઆત ખરાબ

કોલકાતા નાઈટ રાઈડર્સની શરુઆત ખરાબ રહી છે. કોલકાતાની ટીમે 5 ઓવરની અંદર ત્રણ વિકેટ ગુમાવી દિધી છે. ફિંચ, વેંકટેશ અય્યર અને સુનિલ નરિન આઉટ થયા છે. હાલ કોલકાતાની ટીમે 5. 2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 35 રન બનાવ્યા છે. 

એરોન ફિંચ માત્ર માત્ર 7 રન બનાવી આઉટ

એરોન ફિંચ માત્ર માત્ર 7 રન બનાવી આઉટ થયો છે.  શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યર હાલ રમતમાં છે. કોલકાતાની ટીમે 2.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 19 રન બનાવી લીધા છે. 

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન:  વેંકટેશ ઐયર, એરોન ફિન્ચ, શ્રેયસ ઐયર (C), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન, હર્ષિત રાણા, પેટ કમિન્સ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન

હૈદરાબાદે ટોસ જીત્યો

IPLમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતા પ્રથમ બેટિંગ કરશે.

બ્રેકગ્રાઉન્ડ

આઇપીએલમાં આજે કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  બેબ્રૉન સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી બન્ને ટીમો આજે ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે. એકબાજુ શ્રેયસ અય્યરની કેકેઆર છે જે છેલ્લી મેચમાં દિલ્હી સામે હારનો સામનો કરી ચૂકી છે, જ્યારે બીજીબાજુ કેન વિલિયમસનની હૈદરાબાદની ટીમ છે જે છેલ્લી બે મેચોમાં જીત સાથે આજે મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, આજે કેકેઆરમાં વિસ્ફોટક બેટ્સમેનની એન્ટ્રી લગભગ નક્કી છે, તો હૈદરાબાદની ટીમ આજે યુવાને તક આપવા માટે તૈયાર છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.