નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. આઇપીએલની પોતાની પહેલી મેચમાં ફ્લૉપ શૉ કર્યા બાદ હવે હૈદરાબાદની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ગઇકાલે રમાયેલી મેચમાં હૈદરાબાદને રાજસ્થાન રૉયલ્સે જબરદસ્ત રીતે શરમજનક રીતે 61 રનોથી હાર આપી છે. મેચમાં કેન વિલિયમસનને એકબાજુ હાર તો બીજી બાજુ સ્લૉ ઓવર રેટના દંડનો મોટો ઝટકો લાગ્યો છે. 


રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ 61 રનોથી મળેલી હાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન સ્લૉ ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમને આ સિઝન માટે સ્લૉ ઓવર રેટનો પહેલો ગુનો માનવામાં આવ્યો છે 


ખાસ વાત છે કે, આઇપીએલની આ સિઝનનો બીજી ઘટના છે જ્યારે કોઇ ટીમ પર સ્લૉ ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હોય, આ પહેલા સિઝન 15માં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર સ્લૉ ઓવર રેટનો દંડ થયો છે. રોહિત શર્માને દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધની મેચમાં આ દંડ ઝીલવો પડ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતામાં સ્લૉ ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ છે, અને આ પહેલીવાર માટે છે બાદમાં મોટી એક્શન લેવામાં આવી શકે છે. 


SRH vs RR: રાજસ્થાને હૈદરાબાદને 61 રને હરાવ્યું, ચહલની 3 વિકેટ
એડન માર્કરામે મેચની છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. જે બાદ તેણે સિક્સર ફટકારી હતી. માર્કરમે 41 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા, પરંતુ તે હૈદરાબાદને જીતાડી શક્યો ન હતો. રાજસ્થાને 61 રનથી મેચ જીતી લીધી હતી. હૈદરાબાદની ટીમને 211 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 149 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ ઝડપી હતી.


આ પણ વાંચો........ 


Ministry of Agriculture Recruitment 2022: કૃષિ અને ખેડૂત મંત્રાલયમાં નીકળી ભરતી, મહત્તમ વયમર્યાદા છે 56


Chaitr navrati 2022: હિન્દુ નવવર્ષ શરૂ થતાંની સાથે 9 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, સર્જાશે આ દુર્લભ યોગ, કેવી ઘટનાના આપે છે સંકેત


રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ


આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 15 હજારની નીચે