IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઇકાલની મેચ જબરદસ્ત રોમાંચક મેચમાં કોલકત્તાએ મુંબઇને હરાવ્યુ. આ મેચને લઇને હવે રણનીતિ સામે આવી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સને લગભગ હારી ગયેલી મેચમાં જબરદસ્ત રીતે જીત મેળવી લીધી. આ મેચમાં પેટ કમિન્સે માત્રે 15 બૉલમાં તોફાની બેટિંગ કરીને 56 રનોની અણનમ ઇનિંગ રમી. હવે જીત બાદ ખુદ કેપ્ટન શ્રેયસ અય્યરે રણનીતિ પર ખુલાસો કર્યો છે, અને બતાવ્યુ કે શું હતુ ટીમનો પ્લાન. 


કેકેઆર કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમની રણનીતિ અંગે વાત કરતા પહેલા પેટ કમિન્સની ભરપુર પ્રસંશા કરી. કહ્યું - અસામાન્ય, જે રીતે તે (કમિન્સ) બૉલને ફટકારી રહ્યો હતો, મને વિશ્વાસ ન હતો થઇ રહ્યો, કેમ કે કાલે નેટ્સમાં, તે બૉલિંગ કરી રહ્યો હતો, હું તેની બાજુની નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે હું બેટિંગ માટે ગયો, તો મે તેને કહ્યું કે, બૉલને જસ્ટ ટાઇમ કર કેમ કે તે બૉલને થોડી ઓવરહિટ કરી રહ્યો હતો.  


અય્યરે કહ્યું કે, અમારે ઓર્ડરના બેટ્સમેનો તરીકે જવાબદારી લેવી પડશે. અમારા બધામાં બૉલને લાંબા સમય સુધી હિટ કરવાની ક્ષમતા છે, પાવરપ્લેમાં બન્ને ઇનિંગોમાં પીચ એકદમ સરખી હતી, પાવરપ્લે બાદ મને લાગ્યુ કે આ બહુજ આસાન થઇ ગઇ. 


ઉલ્લેખનીય છે કે આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવર રમીને 161 રન બનાવ્યા હતા. આના જવાબમાં કેકેઆરે 16મી ઓવરમાં મેચ જીતી લીધી હતી. કેકેઆર તરફથી પેટ કમિન્સે તાબડતોડ બેટિંગ કરી, કમિન્સે માત્ર 15 બૉલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 56 રનની ઇનિંગ રમી અને મેચ જીતાડી દીધી હતી. જોકે સામે છેડે વેંકેટેશ અય્યરે પણ શાનદાર ફિફ્ટી ફટકારીને ટીમને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 


આ પણ વાંચો...... 


Mars Transit 2022 : મંગળગ્રહનું થવા જઇ રહ્યું છે રાશિ પરિવર્તન, આ રાશિની વધી શકે છે મુશ્કેલી


CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?


ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ


Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત


કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?